પડધરીમાં પ્રીમિયમ બ્રાન્ડનો નકલી દારૂ વેચવાનુ કૌભાંડ ઝડપાયું
રૂ. 180ના ચપલાના દારૂમાં પાણી મિક્સ કરી રૂ. 2500 માં પ્રીમિયમ દારૂ બનાવી વેચાણ કરાતું
રૂ. 2.26 લાખનો મુદ્દામાલ કબજે, સૂત્રધાર ફરાર
પડધરીના ખંભાળા ગામની સીમમાંથી પોલીસે સસ્તા બ્રાન્ડનો અંગ્રેજી દારૂૂ મિક્ષ કરી નકલી પ્રીમીયમ બ્રાન્ડના અંગ્રેજી દારૂૂ તરીકે વેચવાનું કારસ્તાન પકડી પાડયું છે. દરોડામાં પોલીસે રૂૂ.2.26 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. મુખ્ય આરોપી મનાતો દિલીપ ઉર્ફે મિથુન નાનજીભાઈ મકવાણા ભાગી જતાં તેની શોધખોળ જારી રાખી છે.
પપડધરી પોલીસે બાતમીના આધારે રાત્રે ખંભાળા-સરપદડ ચોકડી પાસે દિલીપની વાડીની એક ઓરડીમાં તપાસ કરતાં કાંઈ મળ્યું ન હતું. બીજી ઓરડીમાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાંડની અંગ્રેજી દારૂૂની 180 બોટલ મળી આવી હતી. સાર્થો-સાથ પાણીનું બેરલ મળી આવ્યું હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ સ્થળે દમણીયા તરીકે ઓળખાતા અને પ્રીમીયમ બ્રાંડના દારૂૂના સ્ટીકર મારી વેચાણ થતું હતું. આ રીતે રૂૂા.180નો અંગ્રેજી દારૂૂ અંદાજે રૂૂા. 2500માં વેચાતો હતો. રૂૂા.90 ની કિંમતના બે ચપલાનો દારૂૂ ખાલી બોટલમાં ભરી તેમાં પાણી મિકસ કરી સ્થળ પરથી વાડી વાવનાર દિલીપ મળી આવ્યો ન હતો. જયારે બે ટુ વ્હીલર મળી આવ્યા હતા. જેથી પોલીસે દિલીપ ઉપરાંત બંને ટુ વ્હીલર ધારકોને આરોપી બનાવી શોધખોળ શરૂૂ કરી છે. સ્થળ પરથી પોલીસે રૂૂા.1.26 લાખની કિંમતની અંગ્રેજી દારૂૂની 180 બોટલ, બે વાહન, મોંઘી બ્રાંડના દારૂૂના સ્ટીકરો, ખાલી બોટલો વગેરે મળી કુલ રૂૂા. 2.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કારસ્તાન ખરેખર કેટલા સમયથી ચાલતું હતું. બીજા કોની-કોની સંડોવણી છે તે સહિતના મુદ્દે પડધરી પોલીસે તપાસ જારી રાખી છે. રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચના પડધરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ એસ.એચ.શર્મા તથા એ.એસ.આઇ. ભગીરથસિંમાનસિંહ,ફુલદિપસિંહ નરેન્દ્રસિંહ, યુવરાજસિંહ ચંદુભા,વસંતભાઈ ઓધડભાઇ,નિકુલસિંહ હરપાલસિંહએ કામગીરી કરી હતી.