For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નખત્રાણાના કોટડામાંથી બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયું

01:50 PM Dec 21, 2024 IST | Bhumika
નખત્રાણાના કોટડામાંથી બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયું

Advertisement

રાજ્યમાં અત્યાર સુધી નકલી ટોલનાકુ, નકલી જજ, નકલી પીએમઓ અધિકારી સામે આવ્યા હતા જે બાદ થોડા દિવસો પહેલા જ ગાંધીધામમાં રેઇડ કરનાર નકલી ઈડી અધિકારીઓ પણ પોલીસને હાથ લાગ્યા છે. તેવામાં હવે નખત્રાણા તાલુકાના કોટડા(જ) ગામમાં આવેલી રામદેવ ઓનલાઈન પોઈન્ટ નામની દુકાનમાં બનાવવામાં આવતા નકલી ડ્રાઈવિંગ લાયસન્સના કૌભાંડનો સ્થાનિક પોલીસે પર્દાફાશ કર્યો છે.

કોટડા(જ) ગામનો 22 વર્ષીય આરોપી ભરત ખેતાલાલ મેરિયા નકલી લાયસન્સ બનાવવાના કૌભાંડમાં નખત્રાણા પોલીસને હાથ લાગ્યો છે. આરોપી ગામમાં આવેલી પોતાની રામદેવ ઓનલાઈન પોઈન્ટ (દુકાન પર રામદેવ ટેલિકોમ લખાણ છે) નામની દુકાનમાં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી તેનું વેચાણ કરતો હતો. પોલીસે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેના કબ્જામાંથી 10 જેટલા નકલી ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યા છે.

Advertisement

આ ઉપરાંત લેપટોપમાંથી ડ્રાઈવિંગ લાયસન્સની પીડીએફ ફાઈલો અને લેમીનેશન માટેના પ્લાસ્ટિકના કવર સહીત 35 સફેદ કલરના કોરા કાર્ડ મળી આવ્યા છે. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી ઓનલાઈન એપ્લીકેશન પીડીએફ એડિટરના માધ્યમથી નકલી લાયસન્સ બનાવ્યો હતો. જેનું વેચાણ રૂૂપિયા 1 હજારની કિંમતમાં કરવામાં આવતો હતો. પોલીસે આરોપી પાસેથી મળેલા લાયસન્સની ભુજની આરટીઓ કચેરી ખાતે ખરાઈ કરી હતી જે બાદ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી અટકાયત કર્યા બાદ આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

સ્થાનિક પોલીસે આરોપીને ઝડપી લઇ તેની પાસેથી મળેલા લેપટોપમાં રહેલ પીડીએફ ફાઈલોની તપાસ કરી હતી.તેમજ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં આરોપીએ અત્યાર સુધી 30 જેટલા નકલી લાયસન્સ બનાવી વેચ્યા હોવાનો ખુલાસો થયો છે.

આ નામના નકલી લાઈસન્સ બન્યા
1. વિજય પારાધી
2. રમેશભાઈ વણકર
3. તૈયર હાલેપોત્રા
4. ધ્રુવરાજસિંહ જાડેજા
5. ઇમરાન સમેજા
6. ઇમરાન જાગોરા
7. ભાવેશ હમીર કોલી
8. પ્રકાશ માતંગ
9. ભરત મહેશ્વરી
10. ઈસ્માલ મહેબુબ રાઠોડ

Advertisement
Tags :
Advertisement
Advertisement