ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાયલા પોલીસે ચોરવીરા ગામે કાર્બોસેલનાં ગેરકાયદે ખનન કરતાં 7 આરોપીઓને ઝડપ્યા

12:18 PM Sep 13, 2025 IST | Bhumika
Advertisement

પોલીસ દ્વારા 7 ટ્રેકટર કમ્પ્રેસર, 1 ટ્રેકટર જનરેટર સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

સાયલા પોલીસે આજે વહેલી સવારે ચોરવીરા ગામમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દરોડા દરમિયાન કુલ 35 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે 13 કાર્બોસેલના ખાડા ચરખી સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત 8 ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 7 ટ્રેક્ટર કમ્પ્રેસર સાથે અને 1 ટ્રેક્ટર જનરેટર સાથે મળી આવ્યું છે.

પોલીસે ખનીજ ચોરી કરતા 7 આરોપીઓને પણ સ્થળ પરથી ઝડપી લીધા છે. આ મામલે આગળની કાર્યવાહી માટે ખનીજ વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે. ખનીજ વિભાગની ટીમ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરશે

Tags :
Chorvira villagecrimegujaratgujarat newsSaylaSayla newsSayla police
Advertisement
Next Article
Advertisement