વીંછિયાના પાટિયાળીના સરપંચને રાજીનામુ આપવાની ધમકી આપી ઘરમાં તોડફોડ
બે સગા ભાઇઓ સહિત પાંચ શખસો સામે ગુનો નોંધાયો
વિછીયા તાલુકાનાં પાટીયાળી ગામે ચુંટણીનાં મનદુખમા પાંચ શખસોએ સરપંચનાં રાજીનામાની માંગ કરી તેનાં ઘરની બહાર પાર્ક કરેલી બે મોટર સાયકલ અને સીસીટીવીમા તોડફોડ કરી 25 હજારનુ નુકસાન કરી ધમકી આપતા આ મામલે વિછીયા પોલીસમા ફરીયાદ નોંધાતા પોલીસે બે સગા ભાઇઓ સહીત પાચ સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. વિછીયા તાલુકાનાં પાટીયાળી ગામે રહેતા સરપંચ જેન્તીભાઇ ભોપાભાઇ તાવીયાની ફરીયાદને આધારે વિજય માધાભાઇ તાવીયા, વિપુલ માધાભાઇ તાવીયા, મુકેશ દેવજી તાવીયા અને અજાણ્યા બે એમ કુલ પાચ સામે ગુનો નોંધાયો છે જેન્તીભાઇએ ફરીયાદમા જણાવ્યુ કે તેઓ સરપંચ પદે ચુટાયા હોય જે વિજય અને તેનાં પરીવારને ગમ્યુ ન હોય જેથી સરપંચ પદેથી રાજીનામુ આપવાની અવાર નવાર ધમકી આપતા હતા ગઇકાલે રાત્રે જેન્તીભાઇનાં ઘરે આવી ઝઘડો કર્યો હતો . અને ઘરની બહાર રાખેલા બે મોટર સાયકલ તેમજ સીસીટીવી કેમેરામા તોડફોડ કરી રપ હજારનુ નુકસાન કર્યુ હતુ આ મામલે જેન્તીભાઇએ વીછીયા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બે સગા ભાઇઓ સહીત પાચની શોધખોળ શરૂ કરી છે.
