ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરના તળાજાની યુવતી પર શેળાવદરના સરપંચનું દુષ્કર્મ

12:58 PM May 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામના સરપંચ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં એક યુવતી એ પોતાની સાથે મરજી વિરુદ્ધ ગળું દબાવી દેવાની ધમકી આપી ફળિયામાંથી રૂૂમમાં ખેંચી જઇ ને શિયલ લૂંટયાની તળાજા સરકારી હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતા પોલીસે સરપંચ ની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Advertisement

તળાજા પંથકમાં ચકચાર મચાવતા બનાવની મળતી વિગતો મુજબ તળાજા હોસ્પિટલમા ગઈકાલ રાત્રે સારવાર અર્થે પરિવાર સાથે આવેલ 19 વર્ષીય યુવતી એ તાલુકાના શેળાવદર ગામના સરપંચ વલ્લભ વિરાભાઈ મકવાણા વિરુદ્ધ મરજી વિરુદ્ધ બળજબરીથીને બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ દાઠા પોલીસને નોંધાવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર યુવતી બપોરના સાડા બારેક વાગે બાજરો વાવલીને ઘરમા જતી હતી.તે સમયે આરોપી એ આવીને પપ્પા વિશે પુછેલ આથી યુવતી એ પરિવારના સભ્યો પ્રસંગમા અને વાડીએ ગયેલ હોવાનું અને પોતે એકલીજ હોવાનું જણાવ્યું હતું.યુવતીની એકલતા નો મોકો જોઈને પિસ્તાલીસેક વર્ષના સરપંચ વલ્લભ મા વાસનાનો કીડો પ્રગટ થતાં યુવતી ને ઢસડી રાડો ન પાડી શકે તે માટે મોઢું દબાવીને રૂૂમમાં ખેંચી લઈ જઈ ગળું દબાવવાની ધમકી આપીને મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ.એ સમયે જ પીડિતાના મોટા બા એ રૂૂમ નો દરવાજો ખોલતા પીડિતા બહાર આવી ગયેલ અને દીકરી જેવડી ઉંમરની યુવતી સાથે દુષ્કર્મ ગુજાનાર સરપંચ વલ્લભ ધક્કો મારીને બહાર જતો રહ્યો હતો.

ઇન્વેસ્ટિગેશન કરનાર પો.ઇ ચેતન મકવાણા એ જણાવ્યું હતુ કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.આવતી કાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આ બનાવને લઈ તળાજા પંથકમાં રાજકીય વર્તુળોમાં ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો.

Tags :
crimegujaratgujarat newsraperapedTalajaTalaja news
Advertisement
Advertisement