જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ના સરપંચ પર દુષ્કર્મનો ગુનો, અટકાયત
જામકંડોરણાના ચિત્રાવડ (પાટી )ના સરપંચ પર દુષ્કર્મોનો ગુનો નોંધાયો. જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ગામના સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફ સાવજુભા કાનુભા ચુડાસમાએ પોતાના ગામની જ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યાંની ભારતીય ન્યાય સહિતા 2023ની કલમ 64(2)ળ,329(4),351(3) મુજબ ગુનો દાખલ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો. જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ કરવા આવેલ ત્યારે મહિલા અને તેના પરિવારને પોલીસ દ્વારા સમાધાન કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું તેવી લેખિત ફરિયાદ એસપીને કરવામાં આવી હતી બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો.
પીડીતાનો સોશિયલ મીડિયામાં જામકંડોરણા પોલિસ ફરિયાદના લેતી હોય અને ગુર્જર સાહેબ મને ન્યાય આપો એવો વિડીયો વાયરલ થયો હતો. પીડિતાની એસપી ને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસે કોરા કાગળ ઉપર તેઓના પતિની સહી કરાવી હતી પછી સામસામે બેસી જઈ કેસ કર્યા વગર મામલો પૂરો કરવા કહ્યું હતું પોલીસ પણ મદદે ન આવતા પીડીતાએ પોલીસ વિરુદ્ધ ની અરજી એસપીને કરી હતી અંતે સમાધાન માટે પ્રેશર કરતી પોલીસ એ ગુનો નોધી ને સરપંચની અટકાયત કરી હતી આગળ પી ઈ વાધીયા તપાસ કરી રહ્યા છે.