રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શેરબજારમાં ટીપના નામે છેતરપિંડી કરતી ટોળકીનો સાગરીત પકડાયો

04:06 PM Oct 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશિપમાં રહેતાં વેપારીને શેર બજારમાં રોકાણ કરવાથી ઉચા વળતરની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીએ રૂૂા.6.35 લાખ પડાવી લેતા આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોય જેના આધારે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હીથી ગઠીયાને ઝડપી લીધો છે. પુછપરછમાં આ રેકેટ દેશવ્યાપી હોવાની શંકા વ્યક્ત કરવમાં આવી છે. મળતી વિગતો મુજબ રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશિપમાં રહેતાં અને પ્રિન્ટીંગનું કામ કરતા તેજશ જીજ્ઞેશભાઈ કાંજીયા(ઉં.વ.25)ને ઈન્સ્ટાગ્રામમાં શેર બજારના પોસ્ટ જોઈ હતી. તેની પાસે કોઈ કામધંધો ન હતો.

જેથી પોસ્ટમાં અપાયેલી માહિતી સારી લાગતાં લિન્ક ઓપન કરી હતી. તે સાથે જ વોટસએપમાં કોઈ અજાણ્યા ગ્રુપમાં એડ થઈ - ગયો હતો. તેને પણ શેર બજારમાં રોકાણ કરી રૂૂપિયા કમાવવા હતા. આ સ્થિતિમાં સામાવાળાએ તેને એવો મેસેજ કર્યો હતો કે અમે તમને અહીંથી જ સ્ટોકનું ડિસ્કાઉન્ટ કરાવી આપીશું, શેર બજારના ભાવ સ્ટોક સંબંધી હશે અને તમને નફો વધારે મળશે. આ ટીપ સારી લાગતાં સામાવાળાએ લિન્ક મોકલી હતી. જે ઓપન કરતા તેને વોલેટ આઈડી બનાવવા જણાવાયું હતું. જેમાં તેણે પોતાનું નામ, આધારકાર્ડ, પાનકાર્ડનો ફોટો અપલોડ કર્યા બાદ તેનું એક યુઝર આઈડી અને પાસર્વડ જનરેટ થયા હતા.

ત્યાર પછી સામાવાળાએ એક સ્ટોક લેવા જણાવ્યું હતું. સાથો-સાથ બેન્ક એકાઉન્ટની ડિટેઈલ મોકલી હતી.તેજશે પોતાના ખાતામાંથી રૂૂા. 20 હજારના સ્ટોકની ખરીદી કરી હતી. તે સાથે જ તેણે બનાવેલા વોલેટ આઈડીમાં સ્ટોક જમા થયો હતો. સારો નફો પણ દેખાડતો હતો. જેને કારણે ટૂંકાગાળામાં તેને વધારે રૂૂપિયા કમાવવાની લાલચ થઈ હતી. પરિણામે સામાવાળાએ અલગ-અલગ સ્ટોક જણાવી, અલગ-અલગ બેન્ક એકાઉન્ટની વિગતો મોકલી હતી. જેમાં તેણે રૂૂપિયા ટ્રાન્સફર કરવાનું શરૂૂ કર્યું હતું. જેની સામે તેણે ખરીદેલા સ્ટોક તેના વોલેટ આઈડીમાં દેખાતા હતા. આ રીતે તેણે કુલ રૂૂા.6.35 લાખ ટ્રાન્સફર કર્યા હતા.તેજશને રૂૂપિયાની જરૂૂર પડતાં વોલેટમાંથી નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનિષ્ફળ રહ્યો હતો.

જેથી કસ્ટમર કેર પર સંપર્ક કરતાં તેને ટેકસ ભરવાનું કહેવાયું હતું. જે માટે વધુ રૂૂપિયાની માંગણી કરાઈ હતી. આ વખતે તેને પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ આગળ ધપાવી ગુનો દાખલ કરી દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં રહેતા મૂળ યુપીના સમ્રાટ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsstock market
Advertisement
Next Article
Advertisement