For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડિયાનું સદ્ગુરુનગર બન્યું બિનઅધિકૃત અનાજના જથ્થાનું એપી સેન્ટર

10:51 AM Dec 01, 2025 IST | Bhumika
વડિયાનું સદ્ગુરુનગર બન્યું બિનઅધિકૃત અનાજના જથ્થાનું એપી સેન્ટર

સમગ્ર દેશમાં સરકાર દ્વારા ગરીબ અને જરૂૂરિયાત મંદ પરિવારોને સસ્તા અનાજની દુકાનો મારફત અન્ન સુરક્ષા આપવા માટે મફતમાં ઘઉં, ચોખાનુ વિતરણ કરવામાં આવે છે. આ અનાજ વાસ્તવમાં જે ગરીબ અને જરૂૂરિયાતમંદ લોકો છે તેના માટે ખુબ જ ઉપયોગી અને આશીર્વાદ સમાન છે પરંતુ બની બેઠેલા ગરીબો આ અનાજનો ઉપયોગ આવક સર્જન માટે કરી સરકારને ચૂનો લગાડતા હોય તેવી સ્થિતિ હાલ બનતી જોવા મળી રહી છે. વડિયામાં એક જ અઠવાડિયામાં ત્રણ જગ્યાએ બિન અધિકૃત અનાજનો જથ્થો પકડાયો છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ આ જથ્થો જે રેશનિંગ દુકાનો મારફત જે વિતરણ કરવામા આવે છે તે અનાજ લોકો ખોરાકમાં લેવાને બાદલે ફેરિયાઓને વેચીને આવક સર્જન કરી રહ્યા છે અને આ ફેરિયાઓ આ જથ્થો એકત્રિત કરી અનાજ માફિયાઓને કમિશનથી વેચી રહ્યા છે. વડિયાના સદગુરુનગર આસપાસ અને સદગુરૂૂ નગરમાંથી એક અઠવાડિયામાં ત્રણ જગ્યાએથી આવુ બિન અધિકૃત અનાજનો જથ્થો વડિયાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા પકડવામાં આવ્યો છે. શુક્રવારના આખો દિવસ વડિયાના ઇન્ચાર્જ મામલતદાર અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી દ્વારા સદગુરૂૂનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાતા એક રહેણાંક અને એક બંધ મકાનમાંથી બિન અધિકૃત અનાજનો જથ્થો પકડી પડ્યો હતો. એક બંધ મકાનમાં મામલતદાર દ્વારા પંચ રોજકામ કરી તાળા તોડીને એક જ દિવસમાં 3050/- કિલો આસપાસનો ઘઉં, ચોખા, ચણા સહીતના અનાજનો જથ્થો પકડી પડયો હતો.

એક જ અઠવાડિયાની ત્રણ ઘટનાઓથી વડિયાનું સદગુરૂૂ નગર જાણે અનાજ માફિયાઓનું એપિ સેન્ટર બનતું હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વડિયાના ઇન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી અને ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવ અને તેમની સમગ્ર ટીમ એક્શન મોડ માં આવી ને આવે બિન અધિકૃત જથ્થા ને ઝડપવા કમર કસતા જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement