સચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડ
જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં 26 નાગરીકોને આતંકીઓ દ્વારા નીર્મમ હત્યા કરેલ હોય જે અનુસંધાને તા.07/05/2025ના રોજ ભારતીય સશસ્ત્ર દળ દ્વારા નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ આશરે 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને નેસ્ત નાબુદ કરેલ હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે , સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સતત સોશિયલ મીડીયા પર મોનીટરીંગ કરવામા આવી રહ્યું છે.
જે દરમીયાન તા 13 ના ઈન્સ્ટાગ્રામ માં એક વિડીયો અપલોડ કરેલ હોય જે વિડિયો જોતા ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિક્રુત કરી પોસ્ટર જમીન પર રાખી પોસ્ટર ઉપર હાથ વડે ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરતો વિડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર અપલોડ કરી સાંપ્રત સમયની પરીસ્થીતીને ધ્યાને લેતા ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડીતતા તેમજ સુરક્ષાને જોખમમા મુકતો વિડિયો અપલોડ કરાયો હતો. જે શખ્સ વિરૂૂધ્ધ સાયબર ક્રાઈમ પો.સ્ટે માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, એચ.કે.ઝાલા, અને સ્ટાફ આ ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી આરોપી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરી રહ્યા હતાં અને આરોપી નાજીમ ઉર્ફે લાજીમ અજીજભાઇ ગજિયા( ઉ.વ.રર ,. રહે. સચાણા ગામ, તા.જી. જામનગર) ને ઝડપી લીધો હતો.