રૂપાવટીની મહિલાની આડાસંબંધમાં હત્યા, સવા વર્ષે ભેદ ઉકેલાયો
જૂનાગઢના વિસાવદરમાં પ્રેમસંબંધમાં એક મહિલાની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. કોઈ સસ્પેન્સ મુવી જેવી સ્ટોરી આ હત્યાના બનાવમાં બહાર આવી હતી. મહિલાની તેના પ્રેમીએ હત્યા કરી લાશ કુવામાં ફેકી દીધી હતી. પોલીસે શકમંદની છેલા સવા વર્ષથી પુછપરછ અને મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવ્યા છતા કોઈ વિગતો મળી ન હતી અને હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ગત્ તા.27, મી માર્ચ 2024 ના રોજ વલ્લભભાઇ કાનજીભાઇ સાવલીયા ઉવ.40 રહે. રૂૂપાવટી ગામ તા.વિસાવદર વાળાએ વિસાવદર પોલીસ મથક ખાતે જાણવા જોગ જાહેર કરેલ કે, તેમની પત્નિ દયાબેન ઉવ.35 ગત તા.02, જાન્યુઆરી 2024 ના સવારના 09/00 વાગ્યે ઘરેથી સોનાના દાગીના કિ.રૂૂ. 09,37,725, તથા રોકડા રૂૂપીયા 30,000. લઇ ઘરે કોઇને કહ્યા વગર જતી રહેલ હોય. જે હકિકત જાહેર કરતા આ વિસાવદર પોલીસે ગુનાની નોંધ કરી તપાસ કરી હતી.
ગુમ થનારને એક પુત્ર (ઉવ.11) વર્ષનો હોય. જેથી એક પુત્રને શક્ય તેટલી વહેલી તકે તેની માતાનો પ્રેમ મળી રહે તે હેતુથી પોલીસે તપાસને પ્રાથમિકતા આપી વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારી ઓ તથા કર્મચારીઓ દ્વારા ગુમ થનાર દયાબેન વલ્લભભાઇ સાવલીયા શોધી કાઢવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ તપાસમાં હકિકત ફલીત થયેલ કે, ગુમ થનારને તેના જ ગામના હાર્દિક ધીરૂૂભાઇ સુખડીયા સાથે પ્રેમ સબંધ હતો જેથી ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા શંકાની સોઇ હાર્દિક સુખડીયા તરફ જ ચીંધાઇ આવતી હોય. હાર્દિકની અવાર નવાર પુછપરછ કરવામાં આવેલ અને ટેકનિકલ માહીતી આધારે પણ પુછપરછ કરવામાં આવેલ પરંતુ મજકુર શકમંદ ઇસમે પોલીસ પાસે એવી હકિકત જાહેર કરેલ કે, આ ગુમ થનાર દયાબેનને કોઇ રાહુલ નામના છોકરા સાથે પ્રેમ હોય. જેથી દયાબેનને રાહુલ સાથે ભાગી જવામાં મદદ કરેલ. તે સીવાય પોતાને કોઇ હકિકતની જાણ નથી અને હંમેશા પોતે નિર્દોષ હોવાની અને બનાવ વધુ અંગે કોઇ હકિકત જાણતો નહી હોવાનું રટણ કરતો હતો. બનાવ બાદ તે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દિધેલ હતું. જેથી બહાર આવતા આ બનાવ પોલીસ માટે ખુબજ કઠી અને પડકાર જનક સાબીત થયેલ. ક્રાઈમ બ્રાંચના પીઆઈ અલગ અલગ ટીમો બનાવી ગુમ થનારને શોધી કાઢવા માટે તપાસમાં શંકાની સોઈ હાર્દિક સુખડિયા તરફ જઈને જ અટકી જતી હોય.
પરંતુ આ તેનો એફ.એસ.એલ. ખાતે પણ મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવેલ હોય જેમાં શકમંદ નહિ હોવાનો અભિપ્રાય આવેલ હોય. જેથી આ બનાવનું કોકડુ ખુબજ જટીલ સસ્પેન્સ મુવીની સ્ટોરીની જેમ ગુચવાઇ ગયેલ હોય અને આશરે સવા વર્ષ જેટલો લાંબો સમય થઇ ગયેલ હોય અને શકમંદ પણ નિર્ભય બની ખુલ્લે આમ ફરવા લાગેલ અંતે ટેકનિકલ પુરાવા તથા સાંયોગીક પુરાવા તથા ખાનગી બાતમીદારો મારફતે ઉંડાણ પુર્વક અભ્યાસ કરી શકમંદ હાર્દિક સુખડીયાની પુછપરછ કરતા પ્રથમ પોતે અગાઉ જણાવેલ હકિકતને જ વળગી રહેતો હોય.
પરંતુ જ્યારે આગવી ઢબે અને યુક્તિ પ્રયુક્તિથી તથા ઉલટ સુલટ સવાલોનો મારો કરી તેની સામેના કેટલાક પુરાવા તેને બતાવતા આખરે શકમંદ હાર્દિક સુખડીયા ભાંગી પડેલ અને પોતે જ ગુમથનાર દયાબેનના પ્રેમ પ્રકરણથી કંટાળી ગઇ તા.03,ફેબ્રુઆરી 2024 ના રોજ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના હડાળાથી ખારી તરફ જતા રસ્તે હડાળા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ આગળ પડતર જગ્યામાં આવેલ કુવા પાસે લઇ જઇ તેની હત્યા કરી લાશને કુવામાં ફેકી દિધેલ હોવાની હકિકત જણાવતા તા.27,મી ફેબ્રુઆરી 2025 નારોજ હાર્દિકને સાથે રાખી પંચોની હાજરીમાં તેના જણાવ્યા મુજબની જગ્યામાં આવેલ કુવામાં ફાયર બ્રિગેડની ટીમ અમરેલી તથા એફ.એસ.એલ. ટીમ અમરેલીની મદદથી તપાસ કરતા માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા ફોરેન્સીક પી.એમ. થવા સારૂૂ ભાવનગર ખાતે મોકલી આપેલ. તેમજ યાબેનના પતી વલ્લભભાઇ સાવલીયાની ફરીયાદ લઇ વિસાવદર મથક ખાતે ગુનો નોંધ્યો હતો.
હત્યારાએ સવા વર્ષ સુધી પોલીસ અને મહિલાના પરિવારને અંધારામાં રાખ્યા
આરોપી પ્રથમથી જ ઇરાદો ગુમ થનારને મારી નાખવાનો હોય. જેથી ગુમ થનાર દયાબેન ગઇ તા.02, જાન્યુઆરી 2024 ના રોજ ઘરેથી નિકળી ગયેલ બાદ આરોપીએ જ તેણીને કાગવડ ખાતે પોતાની પુર્વ પત્નિનુ આઇકાર્ડનો ઉપયોગ કરી રોકાવાની વ્યવસ્થા કરી આપેલ અને પોતાના તથા ગુમ થનારના મોબાઇલ નંબરો બદલી માત્ર પોતે એકલો જ ગુમથનાર સાથે સંપર્કમાં રહેલ અને તા.02, જાન્યુઆરી 2024 ના રોજ આરોપીએ પોતાના નક્કિ કરેલ પ્લાન મુજબ ગુમથનારના પતિને તથા પરીવારને ગેરમાર્ગે દોરવા રાત્રીના સમયે ફ્રી કોલીંગ એપની મદદથી ખોટા નંબર જનરેટ કરાવી ગુમથનારના પતિને કોલીંગ કરી પોતાની ઓળખ રાહુલ નામના વ્યક્તિ તરીકે આપી ગુમ થનારના પતિને તેનિ પત્નિ ઘર કંકાસથી કંટાળી પોતાની રીતે જતી રહે છે તેમ જાણ કરી પોતાના નક્કિ કરેલ ઇરાદા મુજબ ગુમથનારનુ મોત નિપજાવી કુવામાં ફેકી દઇ બનાવને અંજામ આપી પોતે ખુબજ રીઢો બની આશરે એક સવા વર્ષ સુધી પોલીસ તપાસમાં ખોટી માહીતી ઉભી કરી પુરાવાઓના નાશ કરવા અથાગ પ્રયત્ન કરેલ છે અને તા.03, જાન્યુઆરી 2024 ના રોજ ગુમથનાર અને શકમંદ ઇસમની સાથે હોવાના પુરાવા મળતા આ ઇસમે ફિલ્મી સ્ટોરી ઘડી કાઢેલ જેમાં દયા રાહુલ નામના છોકરા સહીત કુલ બે છોકરા સાથે મોટા કોટડા ગામ નજીક મળેલ હોય અને ત્યાં દયા તથા આ બંને છોકરાઓએ તેના પર હુમલો કરી ભગાડી દિધેલાની હકિકત ઉપજાવી કાઢેલ અને તા.03, ફેબ્રુઆરી 2024 ના રોજ બનાવ બાદ પોતાના મિત્ર મુકુંદ વ્રુજલાલ કાપડીયાને વિસાવદર ખાતે મળેલ ત્યારે પોતાનું એક્સીડન્ટ થયેલાની હકિકત જણાવી ખોટા પુરાવા ઉભા કરી સમગ્ર બનાવની સાચી હકિકત છુપાવવા અને પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા સસ્પેન્સ મુવીની જેમ અલગ અલગ કહાનીઓ ઘડેલ હતી.