ગોંડલમાં એક જ રાતમાં બે બંધ મકાનમાંથી 90 હજારની ચોરી
મંગલમ પાર્ક અને સાંઈધામ સોસાયટીમાં ચોરી કરનાર તસ્કર ટોળકીને પકડવા તપાસ
ગોંડલના ખોડીયારનગર મંગલમ પાર્ક અને માં સાંઇ ધામ સોસાયટીના બંધ મકાન માંથી રોકડ અને દાગીના સહીત 90 હજારની ચોરી થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક જ રાતમાં બે મકાનમાં ચોરીના બનાવથી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
મળતી વિગતો મુજબ ગોંડલના ખોડીયારનગર મંગલમ પાર્ક-2 માં રહેતા કુંજનબેન કિશનભાઇ જીતુભાઇ સોલંકી (ઉ.વ.24)એ ફરિયાદમાં જણાવ્યું કે, ગત તા. 11/10/2025 ના સવારના પતિ ધંધાના કામ સબબ બગદાણા ધામ ગયેલ હતા અને પોતે ઘરે એકલી હતી અને સાંજના આશરે પાંચેક વાગ્યે ઘર ની પાછળના ભાગે પિતા બહાદુરભાઇ મકવાણાના ઘરે બાળકો લઇ ને ગયેલ હતી અને ઘરનો મુખ્ય દરવાજો તેમજ ડેલી ના ભાગે તાળુ મારેલ હતુ. ત્યાર બાદ બીજા દિવસે સવારના સાતેક વાગ્યે પિતાના ઘરે થી પરત આવતા ઘરનો મુખ્ય દરવાજો ખુલો હતો અને દરવાજા નો નકુચો નીચેના ભાગે તુટેલ હતો.તેમજ રૂૂમ નો દરવા જો ખુલ્લો હતો અને અંદર રહેલ કબાટ નો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેર વીખેર પડેલ હતો.
જેથી કુંજનબેને માતા રૂૂપાબેન મકવાણાને ફોન કરી ને બોલાવેલ અને તપાસ કરતા કબાટમાં રાખેલ મકાન નો દસ્તાવેજ કર્યા બાદ વધેલા રોકડ રુપીયા 80,000 હજાર રોકડા તેમજ દાગીના મળી કુલ 90,000 ની માલમતાની ચોરી થઇ હતી. તપાસ કરતા ખોડીયારનગર મંગલમ પાર્ક વિસ્તાર ની બાજુમાં આવેલ સાંઇ ધામ સોસાયટીમાં રહેતા શાંતી લાલ કરશનભાઇ સરવૈયાના રહેણાક મકાનમાંથી પણ ચોરી થય નું જાણવા મળેયુ હતુ.
રાજકોટના વેપારીના કમળાપુર સ્થિત મકાનમાં 7 હજારની ચોરી
જસદણના કમળાપુર ગામે પણ ચોરીનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર શિલ્પન સોસાયટીમાં રહેતા વેપારી નીલેશભાઈ છગનભાઈ ડોબરીયાના ભાડલાના કમળાપુર ગામે આવેલ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બંધ મકાનમાં આંગળીયો તેમજ તાળું તોડી મકાનમાં અંદર ઘુસી અંદર રાખેલ રૂૂ.7 હજારની રોકડની ચોરી થઇ હતી. નીલેશભાઈ રાજકોટ રહેતા હોય ચોરીની જાણ થતા તેઓ તાત્કાલિક કમળાપુર દોડી ગયા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.