For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી રોકડ-મોબાઇલ સહિત 6.16 લાખની ચોરી

12:23 PM Nov 28, 2025 IST | Bhumika
મેટોડા જીઆઇડીસીની કંપનીમાંથી રોકડ મોબાઇલ સહિત 6 16 લાખની ચોરી

મેટોડા જી.આઈ.ડી.સી. ગેઈટ નં.રમાં આવેલી લેક્સમો પોલિફ્લેક્સ નામની કંપનીને નિશાન બનાવી તસ્કરો કંપનીનાં એકાઉન્ટ ઓફીસનાં દરવાજાનો લોક અને કાચ તોડી ટેબલના ડ્રોવરમાંથી રૂૂા.6 લાખ અને એડમિનિસ્ટ્રેશન એરીયામાં ટેબલના ડ્રૌવર માંથી બે ફોન મળી કુલ રૂૂા.6.16 લાખની ચોરી કર્યાની કંપનીના માલીક દીપકભાઈ મોહનભાઈ ઘેડીયા (ઉ.વ.49 રહે.ભરતવન સોસાયટી, અમીનમાર્ગ) એ મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

દીપકભાઈએ પોલીસને જણાવ્યું કે તેની કંપની એગ્રીકલ્ચરના એલ.ડી.પી. પ્લાસટીકના પાઇપ બનાવવાનું કામ કરે છે તેમા 24 કર્મચારીઓ કામ કરે છે મોટાભાગના પર પ્રાંતિય છે કંપનીમાં બહારથી આવતા ટ્રક અને અન્ય ભાડા ચૂકવવા માટે મેન્ટેનન્સ અને પરચુરણ ખર્ચા માટે રોકડા રૂૂપિયા રાખવા પડે છે જે એકાઉન્ટની ઓફીસમાં રખાય છે ગઇ તા.25નાં રૂૂા.6,00,500 ઓફીસનાં ડ્રોવરમાં રાખેલાં હતા બીજા દીવસે તા.26નાં કંપનીમાં બુધવારની રજા હતી.

આજે સવારે તેને કંપનીનાં મશીન ઓપરેટર અવધેશભાઈએ કોલ કરી કંપનીમાં ચોરી થયાની જાણ કરતા તેણે અન્ય સ્ટાફને જાણ કરી તે પણ કંપનીએ પહોચ્યાં હતાં. જ્યાં જોતા તેની ઓફીસ અને બાજુની એકાઉન્ટની ઓફીસના દરવાજાના કાચના લોક તુટેલા હતા. તપાસ કરતા ટેબલનાં ડ્રોવરમાં રાખેલા રૂૂા.6 લાખ તેમજ એડમિનિસ્ટ્રેશન એરીયાના ડ્રોવરમાંથી રૂૂા.16 હજારની કિંમતના બે ફોન જોવા નહીં મળતા ચોરી થયાની જાણ થઈ હતી. બાદમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement