થાનની સોસાયટીના મકાનના તાળાં તોડી રૂા.4.50 લાખ મતાની ચોરી
ગૃહઉદ્યોગમાં ગયેલો પરિવાર ઘરે આવતા સામાન વેરવિખેર હાલતમાં હતો
થાનની પ્રજાપતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા એક તાળા મારેલું મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાળા તોડીને ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડ સહિત રૂૂ. 4.50 લાખની મતાની ઊઠાંતરી કરી ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર પરિવારે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
થાનગઢ તાલુકાની કાયદો વ્યવસ્થા દિવસે અને દિવસે કથળા રહી છે. ત્યારે પ્રજાપતિ પાર્ક સોસાયટી અંદર રહેતા સંજયભાઈ નારણીયા પોતાના ગૃહ ઉદ્યોગ ધરાવતા કારખાને બુધવારની રાતના સમયે સહપરિવાર કામે ગયું હતું.
જ્યારે ગુરૂૂવારે વહેલી સવારમાં 9 વાગે ઘરે આવ્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોયું, અંદર સામાન વેરવિખેર હતો. તરત જ થાનગઢ પોલીસ સ્ટેશને આ બનાવ અંગે રૂૂબરૂૂ રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે તમે ઘરે જાવ 12 વાગે પોલીસ આવશે.
પોલીસની રાહ જોઈને તમામ ઘરના પરિવાર લોકો બહાર બેસી રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે થાન પોલીસ આવતા જ તેમણે જણાવ્યું કે 2 તોલાનો ચેઈન, 1 તોલાની બુટ્ટી, 3 ચાંદીના ઝાંઝરા, રૂૂ. 1,25,000 રોકડા અમારા ઘરની અંદર ચોરી થઇ છે. ભોગ બનનાર પરિવારે જણાવ્યું હતું કે અમે લોકો મજૂરી કરીને અમારું ઘર ચલાવી રહ્યા છે. આ અમારી બચત કરેલી રકમ હતી તે ચોરી થઈ ગયેલી છે. આની અંદર મારે 7-8 મજૂરને પગાર પણ ચૂકવવાનો હતો. અમે એકેય બાજુના ન રહ્યા. હાલ તો ભોગ બનનાર પરિવારે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.