ગોંડલના રૈયાણીનગરમાં એક કલાક બંધ પડેલા મકાનમાંથી રૂા.4.40 લાખની ચોરી
ઘરના સભ્યો બહાર હોય મહિલા મકાન બંધ કરી પાડોશમાં જમવા ગયા અને કોઈ જાણભેદુ ચોરી કરી ગયું
ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવેલ રૈયાણી નગરમાં રહેતા પરિવારના એક કલાક બંધ રહેલા મકાન માંથી રોકડ અને દાગીના સહીત રૂૂ.4.40 લાખ ચોરી કરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.મળતી વિગતો મુજબ રૈયાણી નગરમાં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા નરેશભાઇ બટુકભાઇ જોષી (ઉવ-55)એ ફરિયામાં જણાવ્યું કે, તેમની પાસે ટાટા કંપનીના બે આઇસર છે જેમાં એક પોતે ચલાવે છે. સંતાનમા એક દીકરો તથા એક દીકરી છે જેમા સૌથી મોટી દીકરી વૈશાલીબેન છે જે પરણીત છે અને જુનાગઢ ખાતે સાસરે છે. અને તેના પછી દીકરો પીયુશ (ઉવ-ર5) છે અને તેના પણ લગ્ન થયેલ છે. અને તે પણ આઇસર ચલાવે છે અને સયુંકત પરીવાર મા રહે છે.
ગઇ તા-03/11/20252025ના રાત્રીના એકાદ વાગ્યે નરેશભાઇ આઇસર ગાડીમા ગોંડલના અલગ અલગ કારખાનામાંથી માલ ભરી ભાવનગર જવા નીકળેલ અને દીકરો પીયુશ તેની પાસે રહેલ આઇસરમા માલ ભરી મહુવા જવા નીકળેલ અને પુત્રવધૂ પીયુશના પત્ની ક્રિષ્નાબેન ચાર પાંચ દીવસથી તેના માતા-પિતાના ઘરે ગયેલ હતા અને નરેશભાઇની પત્ની કૈલાશબેન ઘરે એકલા હતા અને તા-03/11/20252025ના રોજ બપોરના દોઢેક વાગ્યે પત્ની કૈલાશ બેનનો ફોન આવેલ અને વાત કરેલ કે ઘરમા કોઈ અજાણ્યો માણસ તાળા તોડી ચોરી કરેલ છે. નરેશભાઇ રાત્રીના આઠેક વાગ્યે ઘરે આવતા પત્નીને પુછતા વાત કરેલ કે બપોરના સાડા બારેક વાગ્યે તે ઘરના મુખ્ય દરવાજામા તાળુ મારી ઝાળી ખાલી બંધ કરી ડેલીને અંદરથી હાથ નાખી બંધ કરી આપડા વિનોદભાઇ ના ઘરે જમવા માટે ગયેલ હતી અને બપોરના દોઢેક વાગ્યે જમીને આવતા ડેલી અંદરથી ખુલ્લી હતી અને ઘરમાં ઝાળી ખુલ્લી હતી અને ઘરના મુખ્ય દરવાજામાં મારેલ તાળુ તુટેલ પડેલ હતુ.
ઘરમા જઈ જોતા પ્રથમ માતાજી વાળા રૂૂમનો કબાટ ખુલ્લો હતો અને સામાન વેર વીખેર પડેલ હતો અને કબાટ જોતા નીચેની સાઇડથી બળ કરી તોડેલ જોવામા આવેલ અને કબાટમાં રાખેલ શુટકેસ જોતા ખુલ્લી હતી અને તેમા રાખેલ સોનાની બંગડી નંગ- પેંડલ સેટ સોનાનો,સોનાની માળા,સોનાની કાનની સર, ચાંદીના દાગીના અને રોકડા રૂૂપીયા-20,000ની ચોરી થઇ હોય. આ મામલે નરેશભાઇએ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ રૈયાણી નગરમાં રહેતા નરેશભાઈના ઘરે દોડી ગઈ હતી અને આ મામલે ફરિયાદ નોંધી છે. માત્ર એક કલાક બંધ પડેલા મકાનમાં થયેલી ચોરીમાં કોઈન જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી છે.