કરણપરા મેઇન રોડ પર વેપારીના ફ્લેટમાંથી ધુળેટીના દિવસે 3.25 લાખની ચોરી
વેપારી પરિવાર સાથે બગસરા માતાને ત્યાં તહેવાર ઉજવવા ગયા હતા,હોળીના દિવસે મોડી રાત્રે ચોરીની ઘટના બની હોવાની શંકા
કરણપરા મેઇન રોડ પર આવેલા વિશાલ એપાર્ટમેન્ટ માં રહેતા વેપારીના ઘરે ધુળેટીના દિવસે તસ્કરોએ રોકડ રૂૂ. 3.25 લાખની ચોરી થયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે.
ફરિયાદી જગદીશભાઇ રાજેન્દ્રભાઈ જોગીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,તેઓ રાજકોટ આશાપુરા મેઇન રોડ કાંઉ હોટલની બાજુમા શ્રીજી ડ્રેસીસ નામની દુકાન ચલાવે છે.તા.13/3 ના રોજ હોળીનો તહેવાર પુર્ણ કરી માતા બગસરા ખાતે રહેતા હોય ધુળેટી નો તહેવાર કરવા માટે સાંજના આશરે સવા નવેક વાગ્યાની આસપાસ પત્ની, બંને બાળકો અને બહેન પ્રીતી સાથે કાર લઇને નીકળ્યા હતા અને રાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યે પહોંચી ગયો હતો.
બીજા દિવસે સવારે ધુળેટી નો તહેવાર હોય બગસરા ઘરે જ હતો.તે દરમ્યાન બપોરના ફલેટની ઉપરના માળે રહેતા મોહિતભાઈ સોનીએ ફોન કરી જણાવેલ કે,તમારા ફલેટના દરવાજાનો નકુચો તુટેલ હાલતમા છે અને દરવાજો ખુલ્લી હાલતમા છે. તથા લાઈટ પણ ચાલુ છે.જેથી મે આ બનાવની વાત મારા નાનાભાઈ રાકેશભાઈને કરી તાત્કાલિક ઘરે પહોંચવા માટે જણાવેલ હતું અને જગદીશભાઈ પણ બગસરાથી થોડી વારમા પત્ની,પુત્રી અને બહેન સાથે રાજકોટ આવવા માટે નીકળી ગયેલ હતો.
ત્યાર બાદ આશરે સાંજના પોણા છએક વાગ્યાની આસપાસ રાજકોટ પહોંચેલ હતાં અને અમે ચેક કરતા ઘરનો દરવાજાનો નકુચો તુટેલ હાલતમા હતો અને તે અમારા ઘરમા ખુરશી ઉપર 5ડ્યો હતો અને અમે ઘરમા છોકરાઓના બેડરૂૂમમા તપાસ કરતા પત્નીને ધંધાના રોકડા રૂૂપીયા ઘરે મુકવા માટે આપેલ તે રોકડા રૂૂ. 1,35,000/- જે કાળા કલરના પર્સમાં રાખેલ હતા તથા છોકરાઓના બચતના મુકેલ રોકડા રૂૂ.1,90,000 જે ગ્રે કલરના પર્સમા મુકેલ હતા આ બન્ને પર્સ મારા પત્નીએ ઘરમાં બાળકોના બેડરૂૂમના દીવાલના મારબલના બનાવેલ ખુલ્લા કબાટમાં કપડાની નીચે મુકેલ હતા.
જેમાંથી કાળા કલરના પર્સમાં રહેલ પૈસા સહીત પર્સ જોવામા આવેલ નહી.જેથી ફલેટના મુખ્ય દરવાજાનો નકુચો કોઇ પણ રીતે તોડી ચોરી કરવાના ઇરાદે ઘરમા પ્રવેશ કરી બન્ને પર્સમા રાખેલ રોકડા રૂૂપીયા 3,25,000/- (ત્રણ લાખ પચ્ચીસ હજાર પુરા) ની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાવી હતી.