પડધરીના કારખાનામાંથી 1 કલાકમાં રૂા.27.55 લાખની ચોરી
માલિક અને એકાઉન્ટન્ટની ઓફિસમાં હાથફેરો કરનાર ચડ્ડી બનિયાન ધારી ટોળકી સીસીટીવીમાં કેદ
રાજકોટના અમીનમાર્ગ પર ગુલાબ વાટીકામાં રહેતા વેપારીના પડધરી ઉકરડા રોડ પર આવેલ કારખાનામાં ચડ્ડીબનીયાન ધારી તસ્કરોએ રૂૂ.27.55 લાખની મતા ચોરી કરી જતા તસ્કરોનું પગેરૂૂ મેળવવા રાજકોટ ગ્રામ્ય એલસીબી અને પડધરી પોલીસે તપાસ શરૂૂ કરી છે. ચોરી કરનાર તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ થઇ હતી.
મળતી વિગતો મુજબ રાજકોટના અમીનમાર્ગ પર ગુલાબ વાટીકામાં નચીકેતન-1માં રહેતા અને પડધરી ઉકરડા રોડ પર આવેલ એરકોન ઈન્ડીયા નામનું કારખાનું ચલાવતા વેપારી હર્ષિતભાઈ પ્રહલાદભાઈ કાવરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે પોતના ઘરે હતા ત્યારે નિર્મલા સ્કુલ રોડ મહાવીર સોસાયટીમાં રહેતા સાળા વાસુભાઈ હરીશભાઈ દેત્રોજાનો ફોન આવેલ અને જણાવેલ કે કારખાનાના સુપરવાઈઝર મહેન્દ્રભાઈ રાજાપરાનો ફોન આવેલ અને કારખાના માં ચોરી થયેલ છે.
જેથી હર્ષિતભાઈ અને તેના સાળા મહેન્દ્રભાઈ બન્ને કારખાને આવી તપાસ કરતા જાણવા મ્યુ કે, કારખાનાની ઓફીસના બાજુની દિવાલે સેકસનનો દરવાજો ખુલ્લી હાલતમાં જોવામાં આવેલ તેમજ તે દરવાજાથી બહાર આવેલ ખુલ્લી જગ્યામાં હીંચકા પાસે કારખાનાની દિવાલને અડી પાછળની બાજુ એક પ્લાસ્ટીકનાં પાઈપની બનાવેલ સીડી દિવાલને અડીને ઉભી જોવામાં આવેલ તેમજ મારી ઓફિસનું ટેબલમાં ખાનાઓ ખુલ્લી હાલતમાં જોવામાં આવેલ તેમજ ટેબલ ઉપર બે પીળા નેપકીન પડેલ હતા તેમજ દિવાલ બાજુ બનાવેલ લાકડાનાં કબાટ ઉપર એક સ્ટીલનો ડબ્બો જેમાં દવા પડેલ હતી તે ખાલી હાલતમાં પડેલ હતો તેમજ મે મારા ટેબલના ખાનામાં જમણી બાજુનો છેલ્લેથી બીજા ખાનામાં રાખેલ રોકડ રૂૂ.26,47,000 ચોરી કરેલ હતી અને ટેબલનાં બીજા ખાનામાં એક આઈપોડ પ્રો એપલ કંપનીનુ જે વર્ષ જેની કીમત રૂૂ.20,000 તેમજ એક મેકબુક એર જેની કીમત રૂૂ.20,000 તેમજ એક એચપી કંપનીનું રૂૂ.5000નું બંધ લેપટોપ તેમજ એકાઉન્ટનું કામ સંભાળતા હીરેનગીરી ગોસ્વામીના ટેબલમાં પડેલ રૂૂપીયા 63,000 રોકડની ચોરી થઇ હતી.
તપાસ કરતા જોવામાં આવેલ અને એકાઉન્ટ બ્રાન્ચની પ્રવેશવાની જગ્યા પર લગાડેલ લાકડાનો દરવાજાનો લોક કોઈ ધારદાર વસ્તુથી તોડેલ હોવાનું જોવામાં આવેલ તેમ જ વાસુભાઈ જે ઓફીસમાં બેસે છે તે ઓફીસમાં લાકડાનો દરવાજો પણ લોક તોડેલ પરંતુ તેમાંથી કોઈ વસ્તુ ગયેલ ન હતી. કારખાનાનાં સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા ચાર અજાણ્યા લોકો કારખાનાનાં ઓફિસમાંથી કારખાનામાં અંદરની પ્રવેશ કરતા દેખાયા હતા. અને આ લોકો માથે ટોપી, મોઢે રૂૂમાલ અને ચડ્ડી બનીયાન પહેરેલ આ ટોળકી તા.05/12/2025 ના રાતે 01/54 ઓફીસ માં ધુસી રાતે 02/53 વાગ્યે બહાર જતા જોવામાં આવેલ હતુ. આ મામલે હર્ષિતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પડધરી પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ શરુ કરી છે.