દિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરી
શહેરના દીવાનપરામાં આવેલી દુકાનને શનિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી, તસ્કરો દુકાનના ડ્રોઅર અને કબાટમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ રૂૂ.13.62 લાખની માલમતા ઉઠાવી ગયા હતા.આ મામલે એ ડિવિઝન પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.આ બનાવ અંગે, 150 ફૂટ રીંગરોડ પર ગીરીરાજ હોસ્પિટલની પાછળ નવ જ્યોત પાર્કમાં રહેતાં શશીકાન્તભાઈ ગોપાલભાઇ રાયઠઠા (ઉ.વ.64) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ દિવાનપરા મેઇન રોડ પર આવેલ મનાલી ટેકસટાઈલ નામની દુકાન ધરાવી 14 વર્ષથી સાડીનો હોલસેલનો વેપાર કરે છે.
ગઇ તા 08/03/2025 ના રાત્રીના સવા દશેક વાગ્યે તેઓ તેના પુત્ર અને દુકાનના સ્ટાફ સાથે દુકાનને બંધ કરી તાળા મારી ધરે જતા રહેલ હતા. ગઈકાલે સવારના સવા દશેક વાગ્યાની આસપાસ તેઓ મારા ધરે હતાં તે વખતે તેમના દિકરા વિજયનો ફોન આવેલ કે, પપ્પા આપણી મનાલી ટેકસટાઇલ દુકાનમાં ચોરી થયેલ છે તો તમે જલ્દીથી દુકાને આવો જેથી તેઓ તુરત જ એ. ડીવીજન પોલીસ સ્ટેશને આવેલ અને પોલીસને જાણ કરેલ હતી. પોલીસના સ્ટાફ સાથે તેઓ મનાલી ટેકસટાઇલ દુકાને ગયેલ અને ત્યા જઈને જોયુ તો દુકાનના કાઉન્ટરનું ત્રીજા ડ્રોઅરનો લોક તુટેલી હાલતમા અને ખાનુ ખુલેલ હાલતમા જોવામા આવેલ હતું. તે ડ્રોઅરમાં આશરે રોકડા રૂૂ. 4.50 લાખ જે વેપારના આવેલ હતા તે તેમાં રાખેલ હતા, તે રોકડા રૂૂપીયા જોવમા આવેલ નહી અને ડ્રોઅરમા શ્રીનાથજી ભગવાનના બે સોનાના પેન્ડલ રૂૂ. 8 હજાર તે પણ જોવામા આવેલ નહી.તે ચોર ખાનામા વેપાર ધંધાના આશરે રોકડા રૂૂ. નવ લાખ રાખેલ હતા. તે પણ જોવામા આવેલ નહી તેમજ દશ રૂૂપીયાના સિકકા રૂૂ. 4 હજારના તે પણ જોવામા આવેલ નહી, જે તમામ રૂૂપીયા તેમજ વસ્તુઓ કોઈ ચોરી ગયેલ હોવાનું સામે આવ્યું હતું.