ટંકારા જુગાર ક્લબમાં તોડકાંડમાં પકડાયેલ પી.આઈ. વાય.કે. ગોહિલ પાસેથી રૂપિયા 10 લાખ રોકડા કબજે
ટંકારા તાલુકામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અધિકારી અને હેડ કોન્સટેબલ દ્વારા 51 લાખનો તોડ કર્યો હતો જે ગુનામાં તત્કાલીક્ન પીઆઇની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપી પીઆઇને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. અને તોડકાંડમાં પકડાયેલા પીઆઇ પાસેથી તપાસની અધિકારી દ્વારા રિમાન્ડ દરમિયાન 10 લાખની રિકવરી કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલી રહી છે.
ટંકારા તાલુકાના લજાઈ અને વીરપરની વચ્ચે આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સાત શખ્સોને રૂૂમમાંથી પકડવામાં આવ્યા હતા અને બે ડ્રાઈવર સહિત કુલ નવ આરોપીને પકડ્યા હતા અને રોકડ, બે કાર સહિત કુલ મળીને 63.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જો કે, ફરિયાદમાં આરોપીના ખોટા નામ લખવાના, આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના વિગેરે તોડ કરવામાં આવેલ હતો જેથી આ અંગેની ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.ત્યાર બાદ તોડકાંડની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી અને એસએમસીના અધિકારીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે 51 લાખ રૂૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે ગુનામાં પહેલા આરોપી હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને થોડા દિવસો પહેલા આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને પકડીને એસએમસીના અધિકારીએ તપાસનીસ અધિકારીને સોંપી દીધેલ હતા
ત્યાર બાદ તપાસનીસ અધિકારી ડીવાયએસપી વી.વી. રબારી દ્વારા આરોપી પીઆઇને મોરબીની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવ્યા હતા.
અને બાદમાં ફરધર રિમાન્ડ મેળવ્યા હતા જે સોમવારે સાંજે પૂરા થતાં આજે મોરબીની કોર્ટમાં ફરી આરોપી પીઆઇને રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી પીઆઇ વાય.કે.ગોહિલને મોરબીની જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. જોકે આ બાબતે તપાસનીસ ડીવાયએસપી વી.વી. રબારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રિમાન્ડ દરમિયાન આરોપી પીઆઇ પાસેથી દસ લાખ રૂૂપિયાની રિકવરી કરવામાં આવેલ છે તેમજ જરૂૂરી સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલી રહી છે.