તળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરી
ભાવનગર જિલ્લાના તળાજાના પાદરી (ભમ્મર) ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં ખેડુતના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘુસી જઇ રૂૂમ, કબાટ, તિજોરી સહિતના તાળાં તોડી મકાનમાંથી સોના, ચાંદીના ઘરેણાં તેમજ રોકડ સહિતની રૂૂા. 10.57 લાખના મત્તાની ઘરફોડ ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા.
રાષ્ટ્રપતિ માહિતી મુજબ તળાજાના પાદરી (ભમ્મર) ગામે વાડી વિસ્તારમાં મકાન ધરાવતા ભગુભાઇ જીવાભાઇ ભમ્મરએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પાદરી ગામેથી ભાવનગર ખાતે આવ્યા હતા. તે વેળાએ તેમના ઘરના, કબાટના, તિજોરી સહિતના તાળા તૂટેલા જોતા અંદર તપાસ કરતા કબાટમાં રાખેલા સોના ચાંદીના વિવિધ ઘરેણાંઓ તેમજ રોકડ રૂૂા.7.50 લાખ રૂૂપિયા સહિતન રૂૂા. 10.57 લાખ રૂૂપિયાની મત્તા જોવામાં આવેલ ન હોય જેથી અજાણ્યા તસ્કરોએ ઘરમાં ઘુસી તસ્કરી કરી ફરાર થઇ ગયાનું જણાતા ભગુભાઇ ભમ્મરએ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.