ભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરી
11:52 AM Apr 07, 2025 IST | Bhumika
ભાવનગર શહેરમાં ખેડુતવાસમાં રહેતા એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ, સોનાના ઘરેણાં મળી રૂૂા. 1.96 લાખ ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
Advertisement
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ખેડુતવાસમાં રહેતા અને મકાન લે-વેચનો વ્યવસાય કરતા કાંતિભાઇ મનસુખભાઇ વાઘેલા પરિવારના સભ્યો સાથે ઘરને તાળું મારી મહુવાના ઊંચા કોટડા ખાતે દર્શને ગયા હતા અને સાંજે પરત ફરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું જોવામાં ન આવતા કાંતિભાઇએ ચોરીની શંકા જતા ઘરમાં તપાસ કરતા ઘરમાં રહેલ રોકડ રૂૂા. 80,000 તેમજ સોનાના ઘરેણાં કિ.રૂૂા. 1,16,000 વસ્તુઓ ની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે અજાણ્યા તસ્કરો વિરૂૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement