For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયા

11:47 AM May 16, 2025 IST | Bhumika
પોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી   કચ્છના છ ઝડપાયા

ભુજની જેલમાં પરિચય થયા બાદ પોરબંદરના શખ્સે લૂંટનો પ્લાન બનાવ્યો હતો

Advertisement

ઘાતક હથિયારો, છ મોબાઈલ સહિત રૂા.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત

કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી પોલીસે એક સ્વીફટ કારમાં સવાર છ શખ્સો પાસેથી લોખંડનો પાઈપ, બેજબોલનો ધોકો, છરી, લોખંડનું પ્લાસ્ટિકની ગ્રીપવાળુ મોટું કેબલ કટર, લોખંડ કાપવાની ત્રણ હેકસો અને આઠ હેકસો બ્લેડ જેવા ઘાતક હથિયારો જપ્ત કરી લીધાં હતાં. આ ઈસમોએ પોતે પોરબંદર પંથકમાં કયાંક લૂંટ કરવામાટે નીકળ્યાની કબૂલાત આપી હતી.

Advertisement

ઘાતક હથિયારો સાથે લૂંટફાટ કરવા આવેલા ભુજના ભોજરડો ગામના તથા પશુપાલનનો ધંધો કરતા જુમા મીઠન ઠેબા (ઉ.વ.31), ભુજના નાના વરનોરા ગામનો અસ્લમ સુમાર ત્રાયા (ઉ.વ.રપ) નાના વરનોરા સુલ્તાન સુમાર મેર (ઉ.વ.ર4) ભુજના ભીડ ગેઈટ વિસ્તારમાં રહેતો અબ્બાસ આલિમામદ કકલ (ઉ.વ.31) નાના વરનોરાનો સધામ સુલેમાન મમણ (ઉ.વ.ર0) અને નાના વરનોરાના જેડ જુસબ ગગડા (ઉ.વ.ર0)ની અટકાયત કરી તેઓની પાસેથી પોલીસે તમામ હથિયારો તથા છ મોબાઈલ સહિત કુલ રૂૂા.3,34,8રપનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તમામ શખ્સોની પોલીસે આકરી પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી કબૂલાત આપી હતી. જેમાં અબ્બાસ અલીમામલ કકલે જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા જખૌ પોલીસ સ્ટેશનના પાંચ જેટલા કેબલચોરીના ગુનામાં તેને કચ્છની પાલારા જેલમાં ધકેલી દેવાયો હતો.

તે સમયે પોરબંદરના સુભાષ રાણા રાતીયા સાથે તેને જેલમાં પરિચય થયો હતો. પ્રથમ અબ્બાસ જેલમાંથી છૂટયો બાદમાં સુભાષ જેલમાંથી મુક્ત થતાં અબ્બાસ તેને લેવા ગયો હતો અને મોબાઈલ નંબરની આપ-લે કરી સુભાષે જણાવ્યું હતું કે, પતમારે પોરબંદર બાજુ ચોરી કે લૂંટફાટ કરવા આવવું હોય તો મને મોબાઈલ કરજો હું તમને જગ્યાઓ બતાવીશ.થ બન્ને મોબાઈલ મારફતે સંપર્કમાં હતા અને થોડા દિવસો પહેલા સુભાષે ફોન કરી થોડા માણસોને સાથે લઈને લૂંટફાટ માટે પોરબંદર આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. પોરબંદરમાં લૂંટફાટ કરવાના ઈરાદે અને કોઈ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી સાથે આવેલા છ શખ્સો તેમજ સુભાષ રાણા રાતીયા સામે કુતિયાણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા રાજયો પૈકી અસ્લમ સુમાર ત્રાયા, સુલ્તાન સુમાર મેર, તથા અબ્બાસ અલીમામદ કકલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement