રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકામાં પૈસાની માગણી કરી લૂંટ ચલાવી, ચાર શખ્સો સામે ફરિયાદ

12:44 PM Jan 09, 2025 IST | Bhumika
Advertisement

આરોપીઓએ જયકિશનને ફડાકઝીંકી રૂા.10,500ની લૂંટી લીધા

Advertisement

દ્વારકામાં આવેલી એક હોટલ પાસે ચાલી રહેલા કામ દરમિયાન આ સ્થળે કામ ચાલુ રાખવા બાબતે પૈસાની માંગણી કરી, બુધવારે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ચાર શખ્સોએ યુવાનને ફડાકા ઝીંકી, રોકડ રકમની લૂંટ ચલાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દ્વારકા નજીક આવેલી ફર્ન હોટલની બાજુમાં ચાલી રહેલી હોટેલની સાઈટના કામના સ્થળે છેલ્લા આશરે આઠેક માસ દરમિયાન વરપા ધીરા નાંગેશ, રામ ધીરા નાંગેશ, અશોક વરપા નાંગેશ અને વિનોદ વરપા નાંગેશ (રહે. બરડીયા) નામના શખ્સો દ્વારા છેલ્લા આઠેક માસથી અવારનવાર અહીંની સાઈટ ઉપર રહેલા જયકિશન કમલેશભાઈ વિઠલાણી નામના યુવાન પાસે જઈને કામ ચાલુ રાખવા બાબતે રૂૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.

જેથી જયકિશનભાઈએ નિર્મલભાઈ સમાણી સાથે વાત કરવાનું જણાવ્યું હતું. તેમ છતાં પણ ગઈકાલે બુધવારે તેઓ સાઈટ ઉપર હતા, ત્યારે સફેદ કલરની નંબર વગરની ક્રેટા કારમાં લાકડાના ધોકા સાથે આવેલા આરોપી શખ્સોએ ફરિયાદી જયકિશનભાઈને પકડી રાખી, અને ફડાકા ઝીંકી લીધા હતા.

આટલું જ નહીં, આરોપીઓએ તેમના ખિસ્સામાં રહેલું પાકીટ કાઢી, અને તેમાંથી રૂૂપિયા 10,500 ની લૂંટ ચલાવી હતી. આ પછી જતા જતા આરોપીઓએ હવે પછી જો તેઓ રૂૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે જયકિશનભાઈ વિઠલાણીની ફરિયાદ પરથી તમામ ચાર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ડી.એમ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.રાજકોટના વૃધ્ધે પુત્રના લગ્ન માટે 18 વર્ષ પૂર્વે લીધેલા 5 હજારના 3.50 લાખ વસુલવા વ્યાજખોરનો ત્રાસ

Tags :
crimeDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement