'એક્ટિવા સરખું ચલાવ…' કહીને લૂંટારૂઓએ વેપારી પાસેથી લૂંટી લીધા 15 લાખ,પોલીસ તંત્ર થયું દોડતું
અમદાવાદમાં ફરી એક વખત ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી 2:54 PM 9/5/2024છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળેલા વેપારી લૂંટાયા છે. એક્ટિવા સરખું ચલાવ તેમ કહીને વેપારી પાસેથી 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર હેલમેટઘારી શખ્સ વેપારી સાથે બબાલ કરી રહ્યો હતો ત્યારે બીજા બે શખ્સો બાઇક લઇને આવ્યા હતા અને એક્ટીવાની ડેકી ખોલી તેમાથી 15 લાખ રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. વેપારીએ સીજી.રોડના ઇસ્કોન મોલના આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઇને ઘરે જઇ રહ્યા હતા.
અરુણ શાહ નામના વેપારી લોખંડ લે-વેચનો વેપાર કરે છે. હિંમતનગરના એક વેપારીએ લોખંડના માલ માટે આંગડિયા પેઢીમાં પૈસા મોકલાવ્યા હતા.આ પૈસા આંગડિયા પેઢીમાંથી લઇને વેપારી પોતાની એક્ટિવામાં નીકળ્યા હતા. આ દરમિયાન પાલડી પાસે પુષ્પક બંગલોની સામે જૈનનગર રોડ પર એક બાઇક પર બે વ્યક્તિએ બાજુમાં આવીને કેમ આ રીતે એક્ટીવા ચલાવે છે તારૂ એક્ટીવા સાઇડમાં કર તેમ કહ્યું હતું. વેપારી તેમનું એક્ટિવા સાઇડમાં કરીને બાઇક પર આવેલા શખ્સ પાસે ગયા હતા અને તેમને વેપારી સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન અન્ય બાઇક પર આવેલા બે ઇસમ એક્ટિવામાંથી નાણાની થેલી કાઢીને ભાગી ગયા હતા.
આ બનાવને પગલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે. લૂંટને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઘટનાને લઈને શહેરમાં પણ ચકચાર મચી જવા પામી છે.