જામનગરના ઢીચડા રોડ પર જમીનના પ્રશ્ને રિક્ષાચાલક ઉપર હુમલો
જામનગરના ઢીચડા રોડ પર આવેલી એક જમીનના કબજાના પ્રશ્ને રીક્ષા ચાલકના માથામાં લોખંડ નો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે ઈજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં સારવાર આપીને માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા હાસમભાઈ યાકુબભાઇ કક્કલ નામના 68 વર્ષના બુઝુર્ગ કે જેઓડ પોતાના માથામાં લોખંડનો પાઇપ ફટકારી લોહી લુહાણ કરી નાખવા અંગે હાજીભાઇ કોટાઈ અને કારુભાઈ કોટાઇ નામના બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે રીક્ષા ચાલકને માથામાં વધુ ઇજા થઈ હોવાથી લોહી નિતરતી હાલતમાં તાત્કાલિક જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓના માથામાં સાત ટાકા લેવા પડ્યા છે, અને હાલ સારવાર હેઠળ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીની ઢીંચડા રોડ પર બાપ દાદાના વખતની જમીન આવેલી છે, જે જમીનના કબજાના પ્રશ્ને બંને આરોપીઓએ આવીને તકરાર કરી હતી, અને આ જમીનમાં ફરીથી આવવું નહીં, તેમ કહી ધમકાવી હિંચકારો હુમલો કરી દીધો હતો, જેથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાય છે, જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.