રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાંથી રિક્ષા ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: ફરિયાદ ન થઇ હોય તેવા અડધો ડઝન ગુનાની આપી કબુલાત

04:30 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં પેસેન્જરોના ખીસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતી વધુ એક રિક્ષા ગેંગના સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. જેણે સાગરીતોની સાથે મળી રાજકોટમાં અડધો ડઝન જેટલા પેસેન્જરોને શિકાર બનાવ્યાની કબુલાત આપી છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી એક પણ પેસેન્જરે ફરિયાદ નોંધાવી નથી અગર તો પોલીસે નોંધી નથી. આ રીતે ફરિયાદો નોંધાતીન હોવાથી ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે.

ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ મોવલિયા,એએસઆઈ રણજિતસિંહ પઢારીયા,વિજયરાજસિંહ જાડેજા તેમજ તુલસીભાઈ ચુડાસમાને મળેલી બાતમીના આધારે રિક્ષા ગેંગના સૂત્રધાર ધનજી ઉર્ફે ધનો દેવજી ગેડાણી (રહે. રેલનગર સ્મશાન પાસે, માધવ સોસાયટી)ને ઝડપી લીધો હતો.તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાતી લીલા કલરની ઓટો રિક્ષા, મોબાઈલ ફોન અને 1પ00 રોકડા મળી કુલ પ6,પ00નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી ધનજીએ પ્રાથમિક પુછપરછમાં દોઢેક માસ પહેલાં બેડી ચોકડી પાસે વિશાલ પાટડીયા (રહે. શાપર) સાથે મળી પેસેન્જરના ખીસ્સામાંથી 10પ00,વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પેસેન્જરના ખીસ્સામાંથી 17 હજાર,રાજકોટ બસ સ્ટેન્ડ પાસેથી પેસેન્જરના ખીસ્સામાંથી 1ર હજાર, બીજા સાગરીત અમિત ઉકેડીયા (રહે. પોપટપરા પાછળ) સાથે મળી મોચી બજાર ખટારા સ્ટેન્ડ નજીકથી પેસેન્જરના ખીસ્સામાંથી ર0 હજાર,વિશાલ અને રાહુલ હરણીયા (રહે. મોરબી રોડ) સાથે બેડી માર્કેટયાર્ડ પાસે પેસેન્જરના ખીસ્સામાંથી 4પ00 સેરવી લીધાની કબુલાત આપી છે.જેમાંથી એક પણ ગુનો દાખલ થયો નથી.આ ઉપરાંત અમિત અને સાઈના (રહે. નવાગામ) નામની મહિલા સાથે મળી સુરેન્દ્રનગરમાં એક પેસેન્જરના ખીસ્સામાંથી 10 હજારની ચોરીની કબુલાત આપી છે. જે અંગે સુરેન્દ્રનગર પોલીસમાં ગુનો દાખલ થયો છે.

Tags :
crimegujaratgujarat newsrajkot news
Advertisement
Next Article
Advertisement