મોરબીમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય, મુસાફરના ખિસ્સામાં રહેલા 12,000 નજર ચૂકવી સેરવી લીધા
રીક્ષા ચાલક મુસાફરોના સ્વાંગમાં મુસાફરોને બેસાડી વૃદ્ધ મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમ સેરવી લેતી ગેંગ અગાઉ પણ મોરબીમાં આતંક મચાવી ચુકી છે અને ફરી આવી ટોળકીનો ત્રાસ શરુ થયો છે તાજેતરમાં એક વૃદ્ધને રીક્ષામાં બેસાડી મુસાફરના સ્વાંગમાં બેસેલ બે અજાણ્યા પુરુષોએ વૃદ્ધની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂૂ 12,000 ચોરી કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના દલવાડી સર્કલ આગળ કેનાલ પાસે રહેતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (ઉ.વ.60) વાળાએ સીએનજી રીક્ષાચાલક અને બે અજાણ્યા પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ગત તા 29-09 ના રોજ જીઆઈડીસી નાકા પાસેથી મજુરી કામે જતા હતા ત્યારે સીએનજી રીક્ષા ચાલકે રીક્ષામાં બેસાડેલ અન્ય બે પુરુષોએ ફરિયાદી કાળુભાઈની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂૂ 12,000 સેરવી ચોરી કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મારી નાખવાની ધમકી આપી
મોરબીના લીલાપર રોડ પરની રહેવાસી શર્મીબેન અયુબભાઈ સિપાઈ (ઉ.વ.28) નામની યુવતીએ વિસીપરામાં રહેતા આરોપી તૌફીક ગુલામહુશેન સુમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની સાથે આરોપીને અગાઉ પ્રેમસંબંધ હતો અને ફરિયાદી શર્મીબેન વાતચીત કરતા ના હોય અને બોલાવતા ના હોય જેથી આરોપી તૌફિકે શાક માર્કેટથી નગર દરવાજા તરફ જતા રોડ પર માથાકૂટ કરી હતી જેમાં શર્મીબેનને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી દેખાડી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
ટ્રક અડફેટે યુવાનનું મોત
રાજસ્થાનના પાલી જીલ્લાના મંડિયા ગામે રહેતા ઓમપ્રકાશ સોનારામ દેવાસી (ઉ.વ.25) નામના યુવાને ટેન્કર ટ્રક ડીડી 01 ટી 9986 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. 30-09 ના રોજ મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલ શિવકૃપા આઈમાતા હોટેલના ગ્રાઉન્ડમાં ટેન્કર ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે બેફિકરાઈથી ચલાવ્યો હતો અને હોટેલ ગ્રાઉન્ડમાં ફરિયાદીના મોટાભાઈ ગુણેશ ઉર્ફે ગણેશ સોનારામ દેવાસી ચાલીને જતા હતા જેને હડફેટે લીધા હતા ફરિયાદીના ભાઈ ગણેશને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકલા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.