કાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં ચોક્કસ બાતમીના આધારે કાલાવડના રાજસ્થળી ગામ પાસે દરોડો પાડી રીક્ષામાં દેશી દારૂૂની હેરાફેરી પકડી પાડી છે, અને એક રીક્ષા ચાલકને 2.65 લાખની માલ સામગ્રી સાથે ઝડપી લીધો છે.
કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામમાં એક શખ્સ રિક્ષામાં દેશી દારૂૂની હેરાફેરી કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટીમે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી પસાર થઈ રહેલી જી.જે. -3 બી.એક્સ. 9926 નંબરની રીક્ષા ને અટકાવીને તેની તલાસી લેતાં અંદરથી 300 લીટર દેશી પીવાનો દારૂૂ અને 2000 લિટર દારૂૂનો આથો વગેરે મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂૂ-આથો અને રીક્ષા સહિત રૂૂપિયા ની માલમતા કબજે કરી છે. જ્યારે દારૂૂની હેરાફેરી કરી રહેલા કાલાવડ તાલુકાના કપુરીયા ગામના વતની હરસુખ બાબુભાઈ મકવાણા ની અટકાયત કરી લઇ તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં દારૂૂબંધી ભંગ અંગેનો ગુન્હો દાખલ કરાવ્યો છે.