રાજકોટમાં નિવૃત્ત શિક્ષક-પત્નીને ડિઝિટલ એરેસ્ટ રાખી 1.14 કરોડ પડાવ્યા
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને સાયબર આંતકવાદમાં ફોનનો ઉપયોગ થયાનો ડર દેખાડી 20 દિવસ માનસિક સિતમ ગુજાર્યો
સાયબર ક્રાઈમ બાબતે સરકાર લોકોને જાગૃત કરવા ગમે તેટલા પ્રયાસો કરે છતાં ડીઝીટલ એરેસ્ટના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. રાજકોટમાં વધુ એક ડીઝીટલ એરેસ્ટનો બનવા સાઈબર ક્રાઈમ પોલીસમાં નોંધાયો છે. એરપોર્ટ રોડ પર આવેલ એક્જાનગર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક દંપતીને મુંબઇ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી સાઈબર માફિયાઓએ 20 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટ કરી રૂૂા. 1.14 કરોડ પડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઈન ગેંબલીગ તથા સાયબર આંતકવાદમાં ઉપયોગ થયાનો ડર દેખાડી વિદેશ રહેતી બન્ને પુત્રીઓને ડિપોર્ટ કરવાની ધમકી આપી રૂૂ.1.14 કરોડા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમ તપાસ અર્થે અન્ય રાજ્યમાં દોડી ગઈ હતી જ્યાંથી આ કેસમાં સંડોવાયેલા કેટલાક શખ્સોને ઉઠાવી લીધા છે.
મળતી વિગતો મુજબ રાજકોટમાં જુના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક આવેલ એક્જાનગર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક કુરબાનભાઈ વલીજીભાઈ બદામી (ઉ.વ.76)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ 20 દિવસ પુર્વે તા. 29 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર માંથી કોલ આવ્યો હતો અને ટેલીકોમ કંપનીમાંથી બોલુ છું આ તમારો ફોન બે ક્લાકમાં બંધ થઈ જશે. કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઈન ગેંબલીગ તથા સાયબર આંતકવાદમાં થયો છે. જેથી તેને મેં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું જણાવ્યું હતું. આ પછી તેઓએ મને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ખુલાશો કરવા જવા જણાવ્યું હતુ. જેથી કુરબાન વલીજી બદામી સિનિયર સિટીઝન હોવાથી મુંબઈ જઈ શકાય તેમ નથી કહેતા પોતે મુંબઈ ક્રાઈમ સાથે સંપર્ક કરાવી આપીશ કહી ફોનમાં ખુલાસો આપજો કહ્યું હતું. ત્યારબાદ વ્હોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો, જેમાં પોલીસની વર્દી પેરેલ કોઈ વ્યક્તી હતી જેણે તેમની ઓળખાણ પીએસઆઈ શંકર સુરેશ પાટીલ તરીકે આપી હતી. તેમણે આખુ નામ પૂછયું હતુ અને કુરબાન બદામી એ પરિવારની તમામ ડિટેઈલ્સ પૂછી હતી, જે તેમને જણાવી હતી.
ત્યારબાદ મારા આધારકાર્ડ નંબર માંગતા કુરબાન બદામી એ તે આપ્યા હતાં. જે પછી તેમણે કુરબાન બદામીના આધારકાર્ડ પરથી અલગ-અલગ રાજ્યમાં ખાતા ખુલેલા છે અને મની લોંડરિંગ તથા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે. એટલું જ નહીં સાયબર આંતકવાદમાં આધાર કાર્ડ વપરાયેલ છે, જેમાં 10 વર્ષથી આજીવન કેદની શિક્ષા થઈ શકે છે, કહી ધમકી આપી હતી.
કુરબાન બદામીએ પોતે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું કહેતા સાઈબર માફિયા ગેંગે જણાવ્યું કે, અત્યારે તમને ફિઝિકલ એરેસ્ટ કરતા નથી, પરંતુ તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે. જો અમે જણાવીયે તેમ તમે કરશો તો તમને આ સાયબર આંતકવાદના કેસમાં રાહત આપીશુ. આ પછી વારંવાર આ ટોળકી વીડિયો કોલ આવતા હતા અને જણાવ્યું કે તમારી સંપિત શંકાના દાયરામાં છે, જેથી તમારે તમારી તમામ પ્રોપર્ટીને લીક્વીટાઈઝ કરી આરબીઆઈમાં રોકડા રૂૂપિયા જમા કરાવવા પડશે. જે રૂૂપિયા આ કેસ પૂર્ણ થયા પછી તમને વ્યાજ સાથે મળી જશે.
આ પછી વ્હોટ્સએપ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા લખેલ અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ડેપ્યુટી ગવર્નર ટી.રબીશંકરની સહિ તથા આરબીઆઈનો સીકો મારેલ દસ્તાવેજ મોકલ્યો હતો. જેમાં જે ખાતામાં રૂૂપિયા જમા કરાવવા હતા, તેની વિગતો જણાવી હતી. જેથી કુરબાન બદામી ખુબ ગભરાઈ ગયા અને તેમના એસબીઆઈના પેન્શન ખાતામાંથી તથા પત્નીના ખાતામાંથી અલગ અલગ ટ્રાંજેક્શનથી રૂૂપિયા 1.14 કરોડ જમા કરાવ્યા હતા.
ત્યારબાદ આ ટોળકીએ વધુ 10 લાખ પડાવવા કુરબાન બદામી ને ફરી ધમકી આપી હતી અને તમને ફિઝિકલ એરેસ્ટ કરવામાં આવશે અને તમારી બંન્ને દીકરીઓને વિદેશથી ડિપોર્ટ કરી ભારત પરત લાવવામાં આવશે તેવી ધમકી આપી હતી જેથી કુરબાન બદામી પાસે વધુ રૂૂપિયા ન હોવાથી નાની દીકરી પાસે રૂૂપીયા માંગ્યા હતા.જેથી આ ડીઝીટલ એરેસ્ટનો ભાંડો ફૂટ્યો હતો. વિદેશ રહેતી નાની પુત્રીના કહેવાથી 1930 સાયબર હેલ્પલાઇનમાં ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જે બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી જેમાં અન્ય રાજ્યના કેટલાક શંકમદોની માહિતી મળતા રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે કેટલાક શખ્સોને ઉઠાવી લીધા છે.
વડોદરામાં ડિઝિટલ એરેસ્ટ કરી ત્રાસ ગુજારતા ખેડુતનો આપઘાત
વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્લી અઝજના નામે ફોન કરી તેમની બેંક એકાઉન્ટમાં રૂૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા. ભયના કારણે અતુલભાઈએ ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી છુપાયેલી હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનું દાવો કર્યો હતો. ખેડૂતના મોત બાદ સમગ્ર કાયાવરોહણમાં શોકનો માહોલ છે. પરિવારજનોનું કહેવું છે કે અઝજ અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂૂ કરી છે.