આરોગ્ય વિભાગના અધિક સચિવ વતી 15 લાખની લાંચ લેતા નિવૃત્ત ડીન ઝડપાયા
ભાવનગરના બે તબીબ સામે ફરજમોકૂફી ખાતાકીય તપાસમાં પોઝિટિવ અહેવાલ આપવા 30 લાખની લાંચ માંગી હતી
અમદાવાદના શાહીબાગ પાસે અર્હમ સોસાયટીમાં એસીબીએ અમદાવાદ અસારવા સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીનને આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના અધીક સચીવ(તપાસ) વતી 15 લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા ભાવનગર ખાતે અગાઉ આરોગ્ય અને તબીબી સેવાઓના નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા અધિકારી અને તેમના સાથી તબીબી સામે ફરજ મોકુફીની થયેલી કાર્યવાહીમાં ખાતાકીય તપાસનો પોઝીટીવ અહેવાલ આપવા માટે બન્ને તબીબો પાસે અસારવા સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીને અધીક સચીવ સાથે મીટીંગ કરાવી 30 લાખની લાંચ માંગી હતી જેમાં 15 લાખ એડવાન્સ ચુકવવાના હતા.આ રકમ આપવા નિવૃત્ત ડીન દ્વારા અવારનવાર ફોન કરતા હોય જેથી બન્ને તબીબોએ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવી એસીબીએ 15 લાખની લાંચ લેતા નિવૃત્ત ડીને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ અમદાવાદ એસીબીની ટીમે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના અધીક સચીવ(તપાસ) દીનેશભાઇ પરમાર વતી 15 લાખની લાંચ લેતા અમદાવાદ અસારવા સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગીરીશભાઇ જેઠાલાલ પારમારને અમદાવાદના શાહીબાગ પાસે અર્હમ સોસાયટીમાં તેના ઘરેથી ઝડપી લીધા હતા. એસીબીમાં લાંચ અંગે બે તબીબોએ ફરિયાદ કરી હતી જેમાં ફરીયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવેલ હતી , તે દરમ્યાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગ નાં સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શીક્ષાત્મક કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણીની ફરીયાદ આરોગ્ય વિભાગના કમીશ્નરને થયેલ હતી.
જેથી ફરીયાદી તથા તેઓના સાથી ડોકટર ને ફરજ મૌકુફી પર ઉતારેલ છે અને આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમીક તપાસ શરૂૂ કરવા માં આવેલ હતી , અને તપાસ અધીકારી એ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024 માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025 માં જમા કરાવેલ હતો. તે દરમ્યાન અમદાવાદ અસારવા સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગીરીશભાઇ જેઠાલાલ પારમારે ફરીયાદી તબીબનો સંપર્ક કરીને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુધ્ધ ની પ્રાથમીક તપાસનાં કામે તેમના તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના અધીક સચીવ(તપાસ) દીનેશભાઇ પરમાર સાથે મીટીંગ કરવા બોલાવેલ હતા ત્યારે ફરીયાદી અને તેમના સાથી ડોકટર મીત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને સાથે રૂૂબરૂૂ મીટીંગ કરી હતી ત્યારે વાતચીત કરતાં અધીક સચીવ અને નિવૃત ડીને ફરીયાદી અને તેમના સાથી ડોકટર પાસેથી 30 લાખની લાંચની માંગણી કરેલ હતી અને તે પૈકી 15 લાખ એડવાન્સ અને બાકીનાં ફરીયાદી નું કામ થઇ ગયા પછી આપવાનું નક્કી થયું હતું.
આ મીટીંગ બાદ નિવૃત્ત ડીન ગીરીશભાઇ જેઠાલાલ પારમાર ફરીયાદી તબીબને ટેલીફોન કરી 15 લાખની અવારનવાર માંગણી કરતા હતા. પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતાના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબીના મદદનીશ નિયામક એ.વી.પટેલના સુપરવિઝન હેઠળ પી.આઈ એસ.એન.બારોટ અને પી.આઈ શ્રીમતી એ.કે.ચૌહાણની ટીમે છટકું ગોઠવી અમદાવાદના શાહીબાગ પાસે અર્હમ સોસાયટી રહેતામાં અમદાવાદ અસારવા સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગીરીશભાઇ જેઠાલાલ પારમારને 15 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા જયારે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના અધીક સચીવ(તપાસ) દીનેશભાઇ પરમારની ધરપકડ માટે તજવીજ શરૂૂ કરી છે.