For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મરઘા ગેંગના ‘કુકડા’ઓની ક્રાઈમ બ્રાંચમાં રિમાન્ડ શરૂ

04:41 PM Nov 29, 2025 IST | Bhumika
મરઘા ગેંગના ‘કુકડા’ઓની ક્રાઈમ બ્રાંચમાં રિમાન્ડ શરૂ

ટોળકીના 12 સભ્યોની ધરપકડ, 4નો જેલમાંથી કબજો લેવાશે મરઘા ગેંગ સાથે સાંઠગાંઠ ધરાવતા શખ્સોની ધરપકડનો તખ્તો તૈયાર કરતી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ

Advertisement

મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધ ફાયરીંગ મામલે પોલીસે ગુનેગારો ઉપર ધાક બેસાડવા માટે પેંડા ગેંગ અને મરઘા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના આદેશથી ગુનેગારોને ઉગતા જ ડામી દેવા ક્રાઈમ બ્રાંચે અગાઉ પેંડા ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તમામને જેલ ભેગા કરી દીધા બાદ હવે મરઘા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 12ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર શખ્સોનો જેલમાંથી કબજો લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચમાં મરઘા ગેંગના કુકડાઓના રિમાન્ડ શરૂ થયા છે.

ક્રાઈમ બ્રાંચે 20 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા છે. તેમજ આ ટોળકી સાથે સાંઠગાંઠ ધરાવતા અને આસરો આપનાર અને મદદગારી કરનારની ધરપકડ માટેનો પણ તખ્તો તૈયાર કર્યો છે.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તેમજ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ સ્પે.ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી હોય જેના વડા તરીકે એસીપી ભરત બી.બસીયાની નિમણૂંક કરવામાં આવી હોય મરઘા ગેંગના સભ્યો વિરૂધ્ધ સીટની ટીમે તપાસ શરૂ કરી છે. આ ગેંગના સભ્યો કેટલા ? કયારે આ ગેંગ અસ્તિત્વમાં આવી ? તેમજ કયાં કયાં ગુના આચરવામાં આવ્યા ?

Advertisement

હથિયારોની ખરીદીથી લઈ સપ્લાયર સહિતના મદદગારી કરનાર કોણ કોણ ? તેમજ ગેંગ વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓમાં કોણ કોણ સામેલ હતું ? તે સહિતની બાબતો ઉપર તપાસ કરવા માટે સીટની ટીમે તજવીજ હાથ ધરી છે. મરઘા ગેંગના જંગલેશ્ર્વરના શાહજહા ઉર્ફે ગોટિયો સુલેમાન ઉર્ફે કાળુ વસીત, ઈરફાન ઉર્ફે મુન્નો ઉર્ફે જીમી આમદ જુણાચ, તેજીમ રફીક ફુકાર, મુજકીર ઉર્ફે મજુડો દિલાવર બ્લોચ, સરફરાજ ઉર્ફે સેફુડો ઈકબાલ ખેડારા, અહેમદ ઉર્ફે દુડી રફીક બકાલી, સતાર ઉર્ફે મેંગણી સીદીક દોઢિયા, અંજુમ ઈસ્માઈલ ખીયાણી, સમીર ઉર્ફે સિકંદર ચાનીયા, દિનેશ હકા રીબડીયા, હમીઝ ઉર્ફે ભાણો, હારૂન આમદ હેંરજા તેમજ અરમાન ઉર્ફે ચકી નાથાભાઇ સાંધની ધરપકડ કરી છે. જ્યારે ફાયરીંગના ગુનામાં જેલમાં રહેલા સમીર ઉર્ફે મરઘો યાસીમ પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાક વેતરણ, સાહિલ ઉર્ફે ભાણો સિકંદર ચાનીયા અને સલમાન ઉર્ફે નનકે ફકીરનો જેલમાંથી કબજો લેવા તજવીજ હાથ ધરાઈ છે.

મરઘા ગેંગના 12 સભ્યોની ધરપકડ અને 4નો જેલમાંથી કબજો લઈ કુલ 16 વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી સાથે આ મરઘા ગેંગના 16 કુકડાઓને ક્રાઈમ બ્રાંચના રિમાન્ડ રૂમમાં આગવી ઢબે પુછપરછ શરૂ કરવામાં આવી છે. આ ટોળકી વિરૂધ્ધ દારૂના 20, જુગારના 9 અને ઈનડીપીએસનો એક મળી 30 જેટલા ગુના નોંધાયા હોય તે મુદ્દે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એસીપી ભરત બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા તથા એએસઆઈ ભરતભાઈ વનાણી, અશોકભાઈ કલાલ, રણજીતસિંહ પઢારીયા, પ્રતિકસિંહ રાઠોડ, પોપટભાઈ ગમારા સહિતની ટીમે કામગીરી કરી હતી.

સમીર ઉર્ફે મરઘો અને સંજલાએ ગેંગ બનાવી અન્ય સભ્યો જોડાયા
સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મરઘો અને સંજલાએ આ ગેંગ બનાવી હતી અને ધીમે ધીમે આ ગેંગમાં તેના સભ્યો જોડાયા હોય અને અત્યાર સુધીમાં આ ગેંગમાં કુલ 21 સભ્યોએ સાથે મળી 36 જેટલા ગુનાને અંજામ આપ્યો હોય તે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી શરૂ કરી છે. આ ટોળકીએ ધાક ધમકીથી પૈસા પડાવા અને તેની મિલકત ખરીદ કરી જે મિલકતો ઉભી કરી હોય તેની માહિતી પણ સ્પે.ઈન્વેસ્ટીગેશન ટીમ મેળવી રહી છે. સમીર ઉર્ફે મરઘાએ શરૂ કરેલી આ ગેંગમાં ધીમે ધીમે 21 જેટલા સભ્યો જોડાયા હતાં અને શહેરમાં આતંક મચાવનાર આ ટોળકીને હવે જેલના સળીયા પાછળ ધકેલવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement