મોરબીમાં નકલી કિન્નરનું મુંડન કરતા અસલી કિન્નર
ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે અગાઉ નકલી પોલીસ, નકલી જજ પકડાયા બાદ હવે નકલી કિન્નરો પકડાતા રહે છે. નકલી કિન્નરો પૈસાની ઉઘરાણી કરતા હોવાથી સાચા કિન્નર સમાજ બદનામ થાય છે તાજેતરમાં જેતપર ગામે નકલી કિન્નર ઝડપાઈ જતા મુંડન કરી પાઠ ભણાવ્યો હતો જે વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે જેમાં જેતપર ગામે નકલી કિન્નર ઝડપાયો છે નકલી કિન્નર લોકો પાસે મોટી રકમની માંગણી કરતો હોવાની ફરિયાદો વચ્ચે અસલી કિન્નરોએ જેતપર ગામેથી નકલી કિન્નરને ઝડપી લીધો હતો અને અસલી કિન્નર સમાજના ગ્રુપે આ નકલી કિન્નરનું મુંડન કરી પાઠ ભણાવ્યો હતો તેમજ નાગરિકોને પણ આવા ધુતારાઓથી સાવચેત રહેવા અપીલ કરી હતી કિન્નર સમાજ દ્વારા ગ્રામજનોને અસલી અને નકલી વચ્ચેનો ભેદ સમજાવવા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને નકલીની બોલબાલા ગુજરાતમાં યથાવત જોવા મળી રહી છે.