રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગંદકી કરનાર લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ
રોડ પર કચરો નાખનાર વ્યક્તિને તલાટી કમ મંત્રી દ્વારા રૂા.1000નો દંડ
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા રાણપુર શહેરમાં રાત્રી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાણપુર શહેરની મુખ્ય બજાર અને જાહેર માર્ગો ઉપર સફાઈ કામદારોના સહયોગથી રાત્રી સફાઈ શરૂૂ કરવામાં આવી છે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ,તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોની મદદથી રાણપુરમાં રાત્રે સફાઈ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે.ત્યાર બાદ રાણપુર શહેરના જાહેર માર્ગો પર ગંદકી ન થાય અને લોકો ગંદકી ન કરે તે માટે ગ્રામ પંચાયત દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી છે સૂચના આપવામાં આવી છે તેમ છતાં પણ જે લોકો રોડ ઉપર જાહેર માર્ગો પર ગંદકી કરી રહ્યા છે.
તેઓને ગ્રામ પંચાયત દ્વારા દંડ ફટકારવાનો શરૂૂ કરવામાં આવ્યો છે જેમાં રાણપુર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં રોડ ઉપર ગંદકી કરનારા વ્યક્તિને વારંવાર ગંદકી ન કરવા બાબતે ગ્રામ પંચાયતના સફાઈ કામ દ્વારા સતત સૂચના આપવામાં આવેલ હોય તેમ છતાં રોડ ઉપર કચરો નાખી ગંદકી કરવા બદલ કુંભારવાડા વિસ્તારમાં એક વ્યક્તિને રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ વિઝીટ કરીને સ્થળ ઉપર 1000 રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયતનું વાહન આવે તેમાં જ કચરો નાખવાની લેખિત બાહેધરી પણ આપવામાં આવી હતી.