સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યાનો ખાર રાખી બનેવી સહિતનાનો યુવાન પર છરીથી હુમલો
શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રિયદર્શન સોસાયટીમાં યુવાન ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો ર્ક્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આરોપીની સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યા હોવાનો ખાર રાખી આરોપીઓએ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, ઓમનગર 40 ફુટ રોડ પર આવેલી પ્રિયદર્શન સોસાયટી શેરી નં.1માં રહેતો અને લક્ષ્મીનગર મેઇન રોડ પર શાકાભાજીનો ધંધો કરતો વિપુલ ભાનજીભાઇ પેઢડીયા (ઉ.39)નામનો યુવાન ગઇકાલે રાત્રે પોતાના ઘરે હતો ત્યારે લક્ષ્મીનગર નાલા પાસે રહેતા લાલજી દિનેશ જીજવાડીયા, રોહિત ભરતભાઇ, અજયભાઇ અને રમણભાઇનો પુત્ર ભુરો ઘસી આવ્યા હતા અને છરી પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. જેથી ઘરે હાજર પરિવારજનો વચ્ચે પડતા આરોપઓ નાશી છુટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે તાલુકા પોલીસે ચારેય આરોપી સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદ વિપુલ પેઢડીયાએ આરોપી લાલજીની સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યા હોય જેનો ખાર રાખી આરોપીઓએ હુમલો ર્ક્યાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.