ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટની ‘લૂંટેરી દુલ્હને’ હળવદના યુવાન સાથે લગ્ન કર્યા, ‘વાયણાની રસમ’ માટે ગઈ તે ગઈ પરત ન આવી

04:42 PM Dec 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

હળવદના યુવાને એક લાખ આપી લગ્ન કર્યા’ તા : રાજકોટની બે યુવતી સહિત ત્રણ સામે પોલીસમાં નોંધાતો ગુનો

Advertisement

હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઇ સોલંકી (ઉ.વ.40)એ આરોપીઓ મુકેશ જીવાભાઈ ચાવડા (રહે. પીપળા તા. ધ્રાંગધ્રા), તુલશીબેન ગોસાઈ અને જોશનાંબેન (રહે. બંને રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે ફરિયાદીના માતા પુંજીબેન મામાના ઘરે રફાળેશ્વર ગયા હતા, જ્યાં મોટી બહેન મંજુબેનના જેઠના દીકરા મુકેશ જીવા ચાવડા મળ્યા હતા તેથી માતાએ દીકરા માટે સારો સંબંધ હોય તો બતાવવા કહ્યું હતું. તેમણે એક છોકરી માતાપિતા વિનાની છે, માસી સાથે રાજકોટ રહે છે તેવું જણાવ્યું હતું.બાદમાં યુવાન તેના પરિવાર સાથે છોકરીને જોવા ગયો. જેનું નામ તુલસી ગોસાઈ હોવાનું જણાવ્યું હતું. એકબીજાને ગમતા ત્યારે જ ચાંદલા કર્યા અને ફોટો પાડયા હતા. તેમજ સામાપક્ષે કાલે ફૂલહાર કરી લઈએ તેમ કહેતા યુવાનના પરિવારે કુટુંબને જાણ કરવી પડશે તેમ કહ્યું હતું. ત્યારે માસી જોશનાબેન અને મુકેશ જીવાભાઈએ કહ્યું કે લગ્નમાં ત્રણ તમે ચાર જણા હશો તો પણ ચાલશે. બાદમાં ગત તા. 29-11ના રોજ ઇકો ગાડીમાં લગ્ન કરવા માટે નીકળ્યા હતા. સામાપક્ષે રાજકોટ આવો ત્યાં મંદિરમાં લગ્ન કરી દેવાનું કહ્યું હતું. યુવાન તથા તેનો પરિવાર મોરબી પહોંચતા ફરી ફોન આવ્યો હતો અને તમે ટંકારાના જીવાપર ગામે આવો જ્યાં મેલડી માતાજી મંદિર છે ત્યાં લગ્ન કરવાના છે તેમ કહેતા તેઓ જીવાપરના મંદિરે પહોંચતા બધા લોકોની હાજરીમાં તુલસીને ચાંદીનું મંગલસૂત્ર, નાકનો સોનાનો દાણો પહેરાવી લગ્ન કર્યા. જેના ફોટો પાડયા હતા અને વાત થયા મુજબ 1 લાખ રૃપિયા મોટા બનેવી પાલજીભાઇ કરશનભાઈ ચાવડાએ મુકેશ જીવાને આપ્યા હતા, જે 1 લાખ મુકેશે જોશનાબેનને આપ્યા હતા.

લગ્ન બાદ તુલસી સાથે ઘરે ચરાડવા ગામ આવ્યા હતા અને ગૃહ પ્રવેશ વિધિ કરી હતી. બાદમાં બીજા દિવસે તા. 30-11ના રોજ બપોરે તુલસીએ માસી જોશનાબેન અને મુકેશ જીવાભાઈ મોરબી દવાખાને આવ્યા છે અને તેને પાછા પગ વાળવા માટે જવું છે, તમે મને મોરબી મૂકી જાવ કાલે રાજકોટ આવી તેડી જજો તેમ કહેતા યુવાન તેને મોરબી જુના બસ સ્ટેશન મૂકી આવ્યો હતો. તુલસી બસમાં બેસી રાજકોટ જતી રહી હતી. બાદમાં તુલસીને ફોન કરી તેડવા આવું છું તેમ કહેતા અત્યારે જામનગર બહેનના ઘરે ગઈ છું, બપોર પછી તેડવા આવજો તેમ કહ્યું હતું. યુવાન માસી જોશનાબેનના ઘરે ગયો ત્યાં તાળું મર્યું હતું અને માસીને ફોન કર્યોે તો તમારે અહી આવવું નહિં અને મને ફોન કરવો નહિં, તમે જાણો અને તમારી તુલસી જાણે કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તુલસીને ફોન કરતા નંબર બ્લોક કરી નાખ્યો અને ફોન લાગતો ના હતો. આમ છેતરપીંડી થયાની જાણ થતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :
crimegujaratgujarat newsHalvadHalvad newsrajkot
Advertisement
Advertisement