રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈ

11:31 AM Nov 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોલીસથી બચવા ટોળકી નંબર પ્લેટ આડે લીંબુ, મરચા ટાંગી દેતી હતી, 3 લાખનો મુદ્દામાલ કબજે

યાત્રાધામ નગરીઓમાં વૃધ્ધ લોકોને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાઓની ચીલ ઝડપ કરતી રાજકોટની ગેંગની પાંચ મહિલાઓ અને ચાર પુરૂૂષોને વેરાવળમાંથી એલસીબીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ પાસેથી સોનાના દાગીના, રીક્ષાઓ મળી રૂૂા.ત્રણ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ ગેંગએ છેલ્લા પંદર દિવસમાં વેરાવળમાં એક અને ભાવનગરમાં બે ચીલ ઝડપની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.

આ અંગે યોજેલ પત્રકાર પરીષદમાં પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, પંદરેક દિવસ પહેલા વેરાવળની બજારમાંથી વૃધ્ધા સરસ્વતીબેન વાઘેલા એક રીક્ષામાં બેસેલ જેમાં બે અજાણી મહિલાઓ સાથે બેઠી હતી. તેઓ તેમના સ્થળે ઉતરી ગયા બાદ મોડેથી પોતે શ્રીનાથજી વાળા લોકેટ સાથે પહેરેલ દોઢ તોલાનો સોનાનો ચેઈન કોઈ સેરવી ગયુ હતુ. જે અંગે ફરીયાદ નોંધાવી હતી. જેને લઈ એલસીબી પીઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ એ.સી.સિંધવ, નટુભા બસીયા, નરવણસિંહ ગોહિલ, રામદેવસિંહ જાડેજા, ગોવિંદભાઇ વંશ સહિતના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી ઘટના સ્થળથી લઈને તમામ વિસ્તારોના સીસીટીવી ફુટેજો ચકાસવાની સાથે ટેકનીકલ ડેટાનું એનાલીસીસ કરતા ચીલ ઝડપની ઘટનામાં ચોક્કસ ગેંગની સંડોવણી હોવાની મહત્વની જાણકારી મળી હતી.

જેના આધારે તપાસ હાથ ધરતા બાતમીદારો મારફત મળેલ વિગતોના આધારે ઘટનાને અંજામ આપનાર રાજકોટની નવ સભ્યોની ગેંગને ઝડપી પાડી હતી. આ ગેંગમાં (1) કિશોર ઉર્ફે કિશન છગન ચારોલીયા. ઉ.વ.30, (2) અરવિંદ ઉર્ફે કની કાનજીયા, ઉ.વ.28, (3) આકાશ ધીરૂૂ સોલંકી ઉ.વ.18 (4) અજીત દેવા સોલંકી ઉ.વ.50 (5) પ્રભાબેન ઉર્ફે બાડી કિશન સોલંકી, ઉ.વ.55 (6) જનાબેન અજીત સોલંકી,ઉ.વ.50 (7) કોમલ અરવિંદ કાનજીયા ઉ.વ.25 (8) જયાબેન રામસીંગ સોલંકી, ઉ.વ.35 (9) મીનાબેન જીવન સોલંકી, ઉ.વ.25 ને સોનાના દાગીના, ત્રણ રીક્ષાઓ અને પાંચ મોબાઈલ મળી કુલ રૂૂા.3.01 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગેંગએ વેરાવળમાં ચીલ ઝડપની ઘટનાને અંજામ આપ્યા બાદ ભાવનગર પહોંચી ત્યાં બે સ્થળોએ સોનાના ચેનની ચીલ ઝડપ કરી હોવાની કબુલાત આપી છે. આ ગેંગના તમામ સભ્યો એક બીજાના સગા સંબંધીઓ છે. આ ગેંગના તમામ સભ્યો સાથે મળીને બે થી ત્રણ રીક્ષાઓ લઈને ધાર્મિક નગરીઓમાં જતા અને ત્યાંની બજારોમાં ચાલીને જતી વૃધ્ધ મહિલાઓને પેસેન્જર તરીકે રીક્ષામાં પાછળ વચ્ચે બેસાડતા અને પહેલાથી રીક્ષામાં બેસેલા ગેંગની મહિલાઓ વૃધ્ધાને વાતચીતમાં ફોસલાવી નજર ચુકવી ચેન સેરવી લેતા હોવાની એમ.ઓ. ધરાવતા હોવાનું પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યુ છે.

આ ગેંગ ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસની નજરથી બચવા માટે પોતાની રીક્ષાઓના નંબર પ્લેટ આડે લીંબુ મરચા ટાંગી દેતા જેથી સીસીટીવીમાં રીક્ષાના નંબરો ઓળખી ન શકાય. આવી જ રીતે વેરાવળની ઘટનમાં કરેલ જેથી ઘટનાસ્થળથી લઈને શહેરના એન્ટ્રી પોઈન્ટોના એકપણ કેમેરામાં ગેંગની મુમેન્ટ સચોટ જોવા મળેલ નહીં પરંતુ હાઈવે ઉપરની તપાસમાં મહત્વની જાણકારી મળતા તેના આધારે ગેંગને ઝડપવામાં સફળતા મળી હોવાનું એલસીબી પીઆઈ એ.બી.જાડેજાએ જણાવ્યુ છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsRajkot's rickshaw gangRickshaw gang
Advertisement
Next Article
Advertisement