રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટેલીગ્રામમાં ટાસ્કના બહાને નાણાં કમાવાની લાલચે રાજકોટના યુવાને રૂા.19 લાખ ગુમાવ્યા

04:57 PM Jul 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સાયબર ક્રાઇમની ટીમે ચાર અરજદારોએ ફ્રોડમાં ગુમાવેલા 9.29 લાખ પરત અપાવ્યા

ટેકનોલોજીના પગલે કેટલાક દુર ઉપયોગ થઇ રહ્યા છે જેના કારણે સાયબર ફોડના ગુના વધી રહ્યા છે. પોલીસે અનેક વાર માર્ગદર્શન તેમજ જાગૃતા અંગેના એનક સેમીનાર પણ કરવામાં આવે છે. તેમ છતા સાયબર ફોડના બનાવ વધતા જઇ રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના ચાર અરજદારોએ ઓનલાઇન ફ્રોડમાં ગુમાવેલા રૂા.9.29 લાખ સાયબર ક્રાઇમની ટીમે અરજદારોને પરત અપાવ્યા હતા.

ત્યારે રાજકોટમાં રહેતા ધમિષ્ટભાઇ દિનકરરાય ઓઝાએ ટેલીગ્રામ એપ્લિકેશન પર ટાસ્ક પૂરા કરવાની સાથે વધુ નાણા કમાવવાની લાલચે રૂા.19.82 લાખ ગુમાવ્યા હતા. ત્યાર બાદ ધમિષ્ટભાઇએ તુરંત 1930 પર સાયબર ક્રાઇમમાં કોલ કરી વિગતો આપી હતી. ત્યાર બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગઠીયાનું ખાતુ સીઝ કરી રૂા.3.67 લાખ પરત અપાવ્યા હતા. બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ પર જય રેસીડેન્સી પાસે રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સચીનભાઇ સુરેશલાલ શ્રીવાસ્તવને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતુ કે, મુંબઇ પોર્ટ પર એક એસાઇમેન્ટ આવ્યુ છે. અને મુંબઇ પોર્ટ પર પકડાયું છે તેમાંથી પાસપોર્ટ, લેપટોપ અને એમડીએમએ મળી આવ્યું છે. ત્યાર બાદ સચીનભાઇને ફરિયાદ કરવા ક્રાઇમ બ્રાંચના નામે ક્રોન્ફરન્સ કોલમાં લઇ સ્કાઇપ નામની કોલીંગ મેસેજીંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી.

ત્યાર બાદ આરોપીએ ફરિયાદી સચીનભાઇની બેન્ક એકાઉન્ટ સર્વેલન્સ પર રાખ્યું કહી રૂા.3 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ સચીનભાઇ સાથે સીબીઆઇ અને સાયબર ક્રાઇમના નામે ફ્રોડ થયું હોવાનું જણાતા રાજકોટ સાયબર ક્રાઇમે રૂા.2.70 લાખ પરત અપાવ્યા હતા. જ્યારે ત્રીજા અરજદાર સંજયભાઇ માકડને એક્સીસ બેન્કના રીર્વોડ પોઇન્ટને રૂપિયામાં ક્ધવર્ટ કરવાની લીંક મેસેજમાં મોકલી માહિતી ભરવાનું કહીં ગઠીયાએ ઓટીપી મેળવી રૂા.2.01 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે તમામ રકમ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તેઓને પરત અપાવી હતી.

ત્યાર બાદ ચોથા અરજદાર કૃપાલભાઇ માંડવીયાને ટેલીગ્રામમાંથી સ્ટોકમાર્કેટમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી સાયબર ગઠીયાઓએ તેમની પાસેથી રૂા.90,508 પડાવી લીધા હતા. ત્યાર બાદ કૃપાલભાઇએ સાયબર ક્રાઇમનો સંપર્ક કરતા તેઓએ તમામ રક્મ અરજદાર કૃપાલભાઇને પરત અપાવી હતી. આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઇ.કે.જે.મકવાણા, એમ.એ.ઝણકાટ, પીએસઆઇ આર.જે.કામડીયા, એએસઆઇ ડી.બી.કાકડીયા અને ધરતીબેન ગઢીયા સહિતનાઓએ કામગીરી કરી હતી.

Tags :
crimefraudgujaratgujarat newsrajkotrajkot newsTelegram
Advertisement
Next Article
Advertisement