રાજકોટના યુવાનને શેરબજારમાં નફાની લાલચે રૂા.16.67 લાખની છેતરપિંડી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયો
નફો આપવાની લાલચ આપી ફેક એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતામાં રકમ ટ્રાન્સફર કરવી લીધી હતી
શહેરના મોરબી રોડ ઉપર રહેતા રણજીત રૂૂડાભાઈ સોલંકી નામના યુવાનને શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી ફેક એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતાઓમા રૂૂ.16,67,000 જેટલી રકમ ટ્રાન્સફર કરાવી છેતરપીંડીના ગુન્હાના સંડોવાયેલ પૂણેના શખ્સને સાઈબર ક્રાઈમની ટીમે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી લીધો થો.
મળતી વિગતો મુજબ મોરબી રોડ ઉપર ગણેશ નગરમાં રહેતા રણજીત રૂૂડાભાઈ સોલંકીને શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી ફેક એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે રૂૂ.16.67 લાખની છેતરપીંડી કરનાર ટોળકીના સભ્ય જેના એકાઉન્ટમાં ફ્રોડની રૂૂ.8.14 લાખની રકમ ટ્રાન્સફર થઇ હતી તે મહારાષ્ટ્રના પૂણેના સેડવીક કોલોની, ડીઘી રોડ, સિધ્ધેશ્વર સ્કુલની પાછળ, રૂૂમ નં.9માં રહેતા ગૌરવ નકુલભાઇ સોનવણે (ઉ.વ.29)ને રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે ઝડપી લીધો હતો.
ગૌરવે પોતાના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્ક એકાઉન્ટનો સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં ઉપયોગ કરી ગુન્હો કરેલ છે જેને પૂણે, મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને આરોપીએ ગુન્હામાં ઉપયોગ કરેલ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા બેન્ક એકાઉન્ટ ઉપર અલગ અલગ નવ રાજ્યમાંથી સાયબર કમ્પ્લેઇન નોંધાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા,એસીપી સી.એમ.પટેલની સુચનાથી સાઈબર ક્રાઈમના પી.આઈ જે.એમ.કૈલા, એમ.એ.ઝણકાત, એ.એસ.આઇ. વિવેકભાઇ એન. કુછડીયા, પોલીસ હેડ કોન્સ. હર્ષરાજસિંહ એસ. જાડેજાએ કામગીરી કરી હતી.
આ છેતરપીંડીમાં સંડોવાયેલા ટોળકીના અન્ય સાગ્રીતો અંગેની માહિતી મેળવવા સાઇબર ક્રાઇમની ટીમે વિશેષ પુછપરછ શરૂ કરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ઓનલાઇન છેતરપીંડી કરતી આ ટોળકીએ શેરબજારમાં નફાની લાલચ આપી તેમજ ઉંચા વળતરની લાલચ આપી સોશિયલ મીડીયા મારફતે અનેક રોકાણકારોને શિસામાં ઉતાર્યા હોય ત્યારે આ ટોળકીએ છેતરપીંડીની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી હોય તેમાનું એક બેંક એકાઉન્ટ ગૌરવના નામનું હોય જેેણે આ ફ્રોડની 8 લાખની રકમ જમા લઇ તેમા કમીશન મેળવ્યું હતું.