શાપર-વેરાવળમાંથી 86 હજારના ગાંજા સાથે રાજકોટની મહિલાની ધરપકડ
ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવી અને કોને કોને વેચતી હતી તે મામલે વધુ પૂછપરછ
શાપર વેરાવળના ઔદ્યોગિક વિસ્તાર કાગશીયાળી માંથી પોલીસે 86 હજારના ગાંજા સાથે રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતી મહિલાની ધરપકડ કરી તેની વિશેષ પૂછપરછ શરૂૂ કરી છે આ ગાંજાનો જથ્થો તે કોની પાસેથી લાવી અને કોને કોને વેચતી હતી તે બાબતની તપાસ શરૂૂ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થ ની હેરાફેરી/વેચાણની પ્રવૂતિ કરતા ઇસમોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને આધારે શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન વિસ્તારના કાગશીયાળી ગામની સીમ, માલધારી ચોકથી રાજકોટ જતા નેશનલ હાઇવે રોડ સૌરાષ્ટ્ર હોટલ પાસેથી રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ પાસે રસુલ પરા શેરી નંબર 17 રોશની મેડિકલ ની બાજુમાં રજાકભાઈ ના મકાનમાં ભાડેથી રહેતી કરીનબેન ઉર્ફે ફરીદા કરીમભાઇ શાહમદાર (ઉ.વ.30)ને 86,380ની કિંમતના 8 કિલો 638 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી હતી.
રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણા તથા પીએસઆઇ વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ મયૂરસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ સરવૈયા તથા પો.હેડ કોન્સ. તુષારસિંહ જાડેજા, મહેન્દ્રભાઇ ધાધલ તથા પો કોન્સ.અલ્પેશભાઇ ડામસીયા તથા પો કોન્સ લગ્ધીરસિંહ જાડેજા તથા ધનશ્યામસિંહ જાડેજા તથા અના.લોકરક્ષક મનસુખભાઇ ચૌહાણ તથા મહીલા લોકરક્ષક નિમુબેન મેતાએ કામગીરી કરી હતી.