For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડ્રગ્સ પેડલરો સામે પાસાની કાર્યવાહીમાં રાજકોટ SOG રાજ્યમાં અવલ્લ, વધુ ત્રણ સામે PIT

04:22 PM Sep 22, 2025 IST | Bhumika
ડ્રગ્સ પેડલરો સામે પાસાની કાર્યવાહીમાં રાજકોટ sog રાજ્યમાં અવલ્લ  વધુ ત્રણ સામે pit

ચાલુ વર્ષમાં 10 ડ્રગ્સ પેડલરોને પાસા હેઠળ જેલ હવાલે ધકેલી દેવાયા, હજૂ પણ વધુની યાદી તૈયાર

Advertisement

રાજકોટમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને ડામવા માટે એસઓજીની ટીમ કડક કાયવાહી કરી રહી છે. એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ છેલ્લા ઘણા સમયથી આ માદક પદાર્થોની હેરાફેરી સાથે આવા ધંધા સાથે સંકળાયેલા શખ્સો સામે પીઆઈટી એક્ટ હેઠળ આવા તત્વો સામે કાયવાહી કરી રહી છે. ગુજરાતમાં પીઆઈટી એક્ટ હેઠળ પેડલરો અને સપ્લાયરોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં રાજકોટ એસઓજી અવલ્લ નંબરે છે.. ડ્રગ્સ સહિતના માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાયેલ વધુ ત્રણને પીઆઈટી એક્ટ હેઠળ પાસા હેઠળ જેલ હવાલે કરી સમગ્ર ગુજરાતમાં રાજકોટ એસઓજીની ટીમે પીઆઈટી એક્ટ હેઠળ સૌથી વધુ 10 સામે કાયવાહી કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.

યુવાધનને નશાના કાળા અંધારામાં ધકેલવા ડ્રગ્સનો વેપલો કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયાના માર્ગદર્શન પી.આઈ એસ.એમ.જાડેજાની ટીમ આવા પેડલરો અને સપ્લાયરોને પકડવાથી જ સંતોષ માની લેવાને બદલે લાંબા સમય સુધી જેલમાં રહેવું પડે તેવી કાર્યવાહી કરી રહી છે. આવા જ ત્રણ રાખસો કે જેમના ઉપર ડ્રગ્સ સહિતના માદક પદાર્થની હેરાફેરી કરવાનો એક-એક ગુનો જ નોંધાયેલો છે તેમને પપીઆઈટી એક્ટથ હેઠળ અલગ-અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

Advertisement

માદક દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા રાજરત્ન રેસિડેન્સી, ઘંટેશ્વર સામે રહેતા વિવેક અતુલભાઈ નાગર (ઉ.વ.30), રામાપીર ચોકડી પાસે લાભદીપ સોસાયટીમાં રહેતા કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.39) અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા દક્ષરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.22) સામે પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી હતી. આ પૈકી વિવેકને સુરત, કેતનને ભૂજ અને દક્ષરાજસિંહને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં એસઓજીએ કુલ 10 જેટલા પેડલરો અને સપ્લાયર સામે પીઆઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી ગુજરાતમાં અવ્વલ રહી છે.

એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, એ.એસ.આઇ અરૂૂણભાઇ બાંભણીયા.વિરેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, દિગ્વીજયસિંહ ગોહીલ, મૌલીકભાઇ સાવલીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ ઝાલા, હાર્દકીસિંહ પરમાર સાથે પી.સી.બી શાખાના પી.આઈ એમ.આર.ગોંડલીયા, રાજુભાઇ દહેકવાડ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, નરપતસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement