ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આટકોટમાં મુસાફરને બેસાડી ચોરી કરનાર રાજકોટની રિક્ષા ગેંગ ઝડપાઈ

12:10 PM Nov 05, 2025 IST | admin
Advertisement

ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ વચ્ચે રિક્ષા ગેંગે શિકાર બનાવી ચાંદીનું કડલુ ચોરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચાંદીના કડલાની ચોરી કરનાર રાજકોટની રિક્ષા ગેંગને મુદ્દામાલ સાથે આટકોટ પોલીસ પકડી પાડી હતી.

Advertisement

મળતી વિગતો મુજબ વોરા કોટડા રહેતા અને માલઢોર ચરાતા હમીરભાઈ ભલાભાઈ ગોલતર (ઉવ65) વોરાકોટડા થી વીરનગર આંખ ની હોસ્પીટલે આંખ બતાવવા માટે નીકળેલ હોય અને બપોરના એકાદ વાગ્યાના અરસામા વીરનગર આંખની હો સ્પીટલે પહોચેલ અને ત્યાં આંખની હોસ્પીટલેથી સાંજના પાંચેક વાગ્યાના અરસામા વીરનગર બસ સ્ટેન્ડે આવેલ અને ત્યાં રીક્ષાવાળાને આટકોટ જવા માટે પુછતા વધારે ભાડુ કહેતા તે વીરનગરથી ચાલીને આટકોટ આવતા હતા ત્યારે 2સ્તામા એક રીક્ષાવાળા ભાઇએ તેની રીક્ષા ઉભી રાખેલ અને તેમા ચાર માણસો બેઠેલ હોય અને તેને કહેલ કે બેસી જાવ જેથી ભાડુ પુછતા તેને કહેલ કે તમારૂૂ ભાડુ નથી જોતુ તેમ કહેતા હમીરભાઈ તે રીક્ષામા બેસી ગયેલ અને આ રીક્ષામા આગળ બે જણા બેસેલ હોય અને પાછળની શીટમા બે જણા બેસેલ હોય જેમા આગળના બે જણાએ કાળા કલરના કપડા પહેરેલ હતા અને પાછળ બેઠેલ બે જણાએ લાલ કલર જેવા કપડા પહેરેલ હતા.

પાછળ હમીરભાઈની બાજુમા બેસેલ એક શખ્સ ઉલ્ટી થાય છે તેમ કહિ તેમની બાજુ ઉલ્ટી કરવા માટે વારંવાર ઉભો થઇ ખોળામા પડતો હતો અને બીજો તેના વાસામા હાથ થંબથબાવતો હતો અને આ ચારેય જણા અંદરો અંદર એકબીજાને ઇશારા કરતા હતા અને હમીરભાઈને આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલ હોટલે ઉતારી દીધેલ હમીરભાઈએ હાથમા જોતા જમણા હાથમા પહેરેલ ચાંદીનુ કડલુ જોવામા આવેલ નહિ આશરે 100 ગ્રામ જેની કિ.રૂૂ.5000 નુ ચાંદીનુ કડલુ કાઢી લઇ ચારેય શખ્સો ફરાર થઇ ગયા હતા.

આટકોટ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ કરી ભરતભાઇ મુળજીભાઇ ચંદ્રપાલ (ઉવ.30 ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.રાજકોટ ગોંડલ રોડ પુજારા શો-રૂૂમની પાછળ માનસતા ક્વાર્ટર ત્રીજા માળે નં.36 રાજકોટ),અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢા (ઉવ.31 ધંધો.ડ્રાઇવીંગ રહે. રાજકોટ ગોંડલ ચોકડી પાસે આવકાર સીટી-202 રાજકોટ),ગોરધનભાઇ ઉર્ફે ભુરો દેવજીભાઇ ગેડાણી (ઉવ.38 ધંધો.કેટરર્સ રહે.રાજકોટ પોપટપરા શેરી નં.4/10 કોર્નર રાજકોટ) અને શીવમ ઉર્ફે રાજા અજયસિંહ રાજપુત (ઉવ.25 ધંધો મજુરી રહે.રાજકોટ ગોંડલ રોડ પુજારા શો-રૂૂમની પાછળ માનસતા ક્વાર્ટર રાજકોટ)ની ધરપકડ કરી હતી. આટકોટના પી. આઈ આર.એસ.સાંકળીયા સાથે જયેશભાઇ મેપાભાઇ ધ્રાંગીયા, સંજયભાઇ ધનાભાઇ મેટાળીયા, અરવિંદભાઇ હકાભાઇ ઝાપડીયા, જયરાજભાઇ ભાનુભાઇ સોનારાએ કામગીરી કરી હતી.

Tags :
AtkotAtkot NEWScrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement