રાજકોટના વૃધ્ધે પુત્રના લગ્ન માટે 18 વર્ષ પૂર્વે લીધેલા 5 હજારના 3.50 લાખ વસુલવા વ્યાજખોરનો ત્રાસ
રાજકોટના માર્કેટયા ડની બાજુમાં, માલધારી સોસાયટી વિસ્તાર, કરણાભાઈના ગાર્ડન વાળી શેરીમાં રહેતા વૃદ્ધને ધોરાજીના ફરેણી ગામના વ્યાજખોરે ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.18 વર્ષ પૂર્વે પુત્રના લગ્ન માટે લીધેલા રૂૂ.5000 રકમનું વ્યાજ સહીત રૂૂ.3.50 લાખ વસુલવા ધમકી આપતા પોલીસે વ્યાજખોરની શોધખોળ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ માર્કેટયા ડની બાજુમાં, માલધારી સોસાયટી વિસ્તાર, કરણાભાઈના ગાર્ડન વાળી શેરીમાં રહેતા અમરશીભાઇ સોમાભાઇ વાઘેલાએ ધોરાજી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીના ફરેણી ગામના દિનેશ વલ્લભ ડાભીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અમરશીભાઇ મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. પ્રથમ લગ્ન લીલાબેન સાથે થયા બાદ છુટાછેડા થઇ ગયેલ હોય અમરશીભાઇએ બીજા લગ્ન કાસીબેન સાથે કર્યા હતા. સંતાનમાં ત્રણ દિકરા હોય જેમાં સૌથી મોટો દિકરો નામે રસીકભાઈ (ઉ.વ. 40) જે હાલે કચ્છમાં તેના પરીવાર સાથે રહે છે. તેનાથી નાનો પ્રવિણભાઈ જે આજથી આશરે દશેક વર્ષ પહેલા મરણ ગયેલ છે.
અને તેનાથી નાનો મનિષભાઈ (ઉ.વ. 27) છે. જે હાલે અમારી સાથે જ રાજકોટ ખાતે રહે છે. અને હિરા ઘસવાનુ કામકાજ કરે છે. આશરે 18 વર્ષે પહેલા ધોરાજી ખાતે રહેતા હોય અને ત્યારે દિકરા પ્રવિણના લગ્ન કરવાના હોય અને આર્થીક સ્થિતિ સારી ન હોય અને લગ્ન માટે 5000 રૂૂપીયાની જરૂૂર હોય જેથી બાજુમાં રહેતા દિનેશભાઈ વલ્લભભાઈ ડાભીને વાત કરતા તેણે વ્યાજે રૂૂ.5000 રોકડા આપેલ હતા અને ત્યારબાદ રૂૂપિયા સગવડ ન થતા દિનેશભાઇને આ રકમ પરત ચુકવી શકેલ નહી અને ત્યારબાદ દિકરો પ્રવિણનું અવસાન થયું હતું. 2013 ની સાલમાં મને દિનેશભાઈએ 5000 વ્યાજ સહીત ચુકવવા વાત કરી હતી જોકે અમરશીભાઈની આર્થીક સ્થિતિ ખરાબ હોય રૂૂપીયાની સગવડ થાય એમ નહી હોવાનું જણાવ્યું હતું.
જેથી દિનેશભાઇએ રૂૂ.5000 નુ 10 ટકા લેખે વ્યાજ આપવુ પડશે તેમ કહી મહિનાના રૂૂ.500 વ્યાજ આપવુ પડશે જેથી દિનેશભાઈને કટકે કટકે વ્યાજ આપવાની હા પાડેલ હતી અને દર મહીને રૂૂ.500 વ્યાજ પેટે રોકડા દિનેશભાઈને આપવાનુ ચાલુ કરેલ હતી. દિનેશભાઇને મુદલના રૂૂપીયા આપી દિધેલ હોય અને હવે વ્યાજના રૂૂપીયા આપી શકે તેવી સ્થિતિ ન હોવાનું અમરશીભાઇએ જણાવ્યું હતું. અમરશીભાઇ ત્યારબાદ રાજકોટ રહેતા હોય અને ક્યારેક ધોરાજીમાં કુટુંબમાં કાંઈ પ્રસંગ હોય ત્યારે ધોરાજી જતા હોય ત્યારે દિનેશભાઇ વ્યાજના રૂૂ.3.50 લાખ માંગી ધમકી આપવાનું શરુ કરતા અંતે આ મામલે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.