રાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયો
ટંકારા પોલીસે ગુનો નોંધ્યો: લાઇસન્સ રાજકોટ શહેર પૂરતું મર્યાદિત હતું
ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોરબીથી રાજકોટ જતી એક કારમાંથી રિવોલ્વર અને કાર્ટ્રિજ જપ્ત કર્યા છે. બાતમીના આધારે પોલીસે કારને રોકીને તપાસ કરી હતી. કારમાં બે વ્યક્તિઓ હતા. ડ્રાઈવિંગ સીટ પર રાજકોટના સુનિલ પરષોતમભાઈ રાણપરિયા (ઉ.44) અને તેમની બાજુમાં દુર્ગેશભાઇ કાંતીભાઇ સગપરીયા (35) બેઠા હતા. દુર્ગેશભાઇ પાસેથી એક રિવોલ્વર મળી આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે દુર્ગેશભાઇ પાસે રિવોલ્વરનો લાઇસન્સ છે, પરંતુ આ લાઇસન્સ માત્ર રાજકોટ શહેર પૂરતો મર્યાદિત છે. આ નિયમનો ભંગ કરીને તેઓ હથિયાર લઈને મોરબી જિલ્લામાં આવ્યા હતા.પોલીસે 10 હજારની કિંમતની રિવોલ્વર અને 500 રૂૂપિયાની કિંમતના 5 જીવંત કાર્ટ્રિજ જપ્ત કર્યા છે. કુલ 10,500 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીએ રાજકોટ પોલીસ કમિશનરના હથિયાર પરવાનાનો અને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કર્યો છે. ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.