For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માળિયા મિંયાણામાંથી રાજકોટનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

03:47 PM Feb 01, 2025 IST | Bhumika
માળિયા મિંયાણામાંથી રાજકોટનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

Advertisement

માળીયા મીયાણા પોલીસે ગુલાબડી વિસ્તારમાં આવેલી ભાવનશાપીરની દરગાહ પાસે બાવળની ઝાડીમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી 2500 રૂૂપિયાની કિંમતનું હથિયાર મળી આવ્યું હતું.

પકડાયેલા આરોપીની ઓળખ અજમેરભાઈ ઝાકીરભાઇ આલમ (ઉંમર 28) તરીકે થઈ છે, જે મૂળ બિહારનો વતની છે અને હાલમાં રાજકોટના નવાગામ વિસ્તારમાં છપ્પનિયા શેરી, ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહે છે. માળીયા તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ, રુટીન પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મળી છે અને હથિયાર સંબંધિત આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારના ગેરકાયદે હથિયારોના વેપાર અને ધારણ કરવા સામે પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement