રાજકોટની યુવતીના પૂર્વ પ્રેમીએ વોટસએપમાં ન્યુડ ફોટો મોકલ્યા, ધરપકડ
ફોટા મોકલી બળજબરીથી સંબંધ રાખવા ધાકધમકી આપતાં ફરિયાદ, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
શહેરમાં રહેતી 23 વર્ષીય યુવતિને પૂર્વ પ્રેમીએ વ્હોટ્સએપમાં તેણીના ન્યુડ ફોટો મોકલી બળજબરી સંબંધ રાખવા ધાક-ધમકી આપી હોવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,જામનગર રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતિની માતાએ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.12/4ના સદર બજાર વિસ્તારમાં આવેલી મારી દુકાને હતી ત્યારે મારા વ્હોટ્સએપમાં 8601320745થી મેસેજ આવ્યો હતો જે જોતા તેમાં લખ્યુ હતુ કે હાય બેબી મને ખબર છે કે વ્હોટ્સએપમાં મેસેજ કરવાની ના પાડી હતી.પણ મારૂૂ ઈન્સ્ટાગ્રામ ઓન નથી થાતું કાલે બોવ મજા આવી આપડા ફોટો એક મિત્રને બતાવીયા અને છોકરીનો ન્યુડ ફોટો મોકલેલ હતો.
જેમાં ચેહરો મારી પુત્રીનો ઉપયોગ કરી ન્યુડ ફોટો વ્હોટ્સએપ કર્યો હોય જેથી સાયબર હેલ્પલાઈનમાં ફોન કરી જાણ કરેલ હતી.તપાસ દરમ્યાન મેસેજ તથા ફોટો મોકલનાર આરોપીમાં નાશીર સિદીકભાઈ લાખા હોય જેથી તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.