For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયો

01:05 PM Jan 04, 2025 IST | Bhumika
પોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયો

ઝડપાયેલો તબીબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં હરસિધ્ધિ ડેન્ટલ ક્લિનીક ચલાવે છે : ડોક્ટરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

Advertisement

2024ની શરુઆતમાં ભાવસિંહજી હોસ્પીટલના ડ્રીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટરમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી 11 માસના કરાર અધારિત હંગામી ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં ડેન્ટલ ટેકનીશ્યન માટે એક માત્ર દેવ કંદર્પ વૈદ્યની અરજી આવતા તેને નિમણુક અપાઈ હતી. દેવના ડોક્યુમેન્ટ બનાવટી અને ખોટા હોવા અંગેની ફરીયાદ આધારે તપાસણી કરાવતા દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનીશીયનનો કોઇ કોર્ષ કરાવવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું.

દેવે બોનોફોઈડ સર્ટિ તથા ફી સ્ટ્રકચર પણ ખોટા રજુ કર્યા હતા, જેથી દેવનો પગાર બંધ કરી તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.સરકાર સાથે છેતરપીંડી કરવા અંગે દેવ સામે કાર્યવાહી કરવા સિવિલ હોસ્પિટલના આરએમઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે દેવ વૈધની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા દેવને જેલ હવાલે કર્યો હતો.

Advertisement

આ પ્રકરણમાં દેવની રિમાન્ડ દરમ્યાન દેવે નકલી સર્ટિ બનાવી આપનાર ડો. મિલાપ એચ. કારિયાના નામની કબૂલાત આપી હતી.

જેથી પોલીસે ડો. મિલાપ એચ.કારિયાને ઝડપી લીધો છે. ડો. મિલાપ કારિયા ભૂતકાળમાં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એમડીએસ તરીકે નોકરી કરતો હતો ત્યારે દેવના મમ્મી પપ્પા સાથે સંપર્કમાં આવ્યો હતો અને ઓળખાણ થઈ હતી. હાલ ડો.મિલાપ કારિયા રાજકોટ ખાતે એસ્ટ્રોન ચોકમાં હરસિદ્ધિ ડેન્ટલ ક્લિનિક ચલાવે છે.

આ ડોકટરને ઝડપી લઇ પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ડોકટર મિલાપ કારિયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડોકટરે અગાઉ કેટલા નકલી સર્ટિ બનાવ્યા છે તે સહિતની વિગતો રિમાન્ડ દરમ્યાન બહાર આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement