સાઈબર ક્રાઈમ આચરવાના ગુનામાં તેલંગણાના આરોપીને જામીન મુક્ત કરતી રાજકોટ કોર્ટ
દક્ષીણ ભારતનાં તેલંગણામાં બેસી સાયબર ફોડના માધ્યમથી ગુજરાતના વ્યકિતઓ પાસેથી લાખો રૂૂપીયા ઓળવી લેવાના ગુનામાં તેલંગાણાના સુરેશ સદાનંદમ ચલાના જામીન રાજકોટની સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
આ કેસની હકીકત મુજબ ભોગ બનનાર ફરીયાદીને પાર્ટ ટાઈમ જોબ કરવા માટે ટેલીગ્રામના માધ્યમથી સંપર્ક કરી જોબની ઓફર આપી જે પેટે અલગ-અલગ ટાસ્ક આપી તે પુરા કરવા લોભામણી ઓફર આપી ફરીયાદીને વિશ્વાસમાં લઈ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં લાખો રૂૂપીયા ટ્રાન્સફર કરાવેલ જે બેંક એકાઉન્ટ ધરાવનાર આરોપીઓ વિરૂૂધ્ધ ફરીયાદીએ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદના આધારે આરોપી સુરેશ સદાનંદમ ચલા (રહે. તેલંગણા)ને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે તેલંગણાથી ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ તેમના એડવોકેટ મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપીને છ માસ સુધી સંબંધીત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા સહિતની શરતોને આધીન જામીન મુકત કરવા કોર્ટે હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, ઈશાન વ્યાસ, નૈમીષ રાદડીયા અને કેવિન ભીમાણી રોકાયા હતા.
