રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટનો વેપારી 20 લાખની ઉઘરાણી કરતા મોટા મહિકાના હત્યાના આરોપીએ ખોટી સ્ટોરી ઘડી’તી

01:42 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ પ્રૌઢની નહી પણ તેના મિત્રની હોવાનું બહાર આવતા સનસનાટી મચી છે.રાજકોટ રહેતા પ્રૌઢે એક સગીરની મદદથી મિત્ર સંદીપગીરી ગોસ્વામીનુ ગળું ઘોંટીને હત્યા કરી પેટ્રોલ છાંટી સળગાવી દઇ પોતે મૃત જાહેર થાય તે માટે લાશની આસપાસ પોતાનાડોક્યુમેન્ટ રાખી દઈ ખોટી સ્ટોરી ઉભી કરવાની કોશિશ કરી હતી.પરંતુ સ્થાનિક પોલીસના પીઆઈ.જે.પી.રાવ એલસીબી પીઆઈ.

Advertisement

ઓડેદરા,એસઓજીનાં પીએસઆઈ બી.સી.મિયાત્રાએ સાથે મળી આ કાવતરાનો ભેદ ખોલી નાખ્યો હતો અને શાપર રહેતા સગીરને ઉઠાવી લઇ તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ સગીરની ધરપકડ થઈ જતાં આરોપી ઝડપાઈ જવાની બીકે નાસી છૂટ્યો છે. જેને ઝડપી લઇ આ આખી ઘટનાને શા માટે અને કઈ રીતે અંજામ અપાયો તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આ સમયે એલસીબી અને એસઓજીની ટીમે હત્યારા હસમુખ મુળશંકર ધાણજા (રહે. 30ર વર્ધમાન એપાર્ટમેન્ટ, મનહરપુર 1, જામનગર રોડ) વાળાને પકડી લેવામા આવ્યો હતો.

આ ઘટનામા પોલીસે હસમુખની પુછપરછ કરતા હસમુખે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે તેમને થોડા મહીના પહેલા અયોધ્યામા રહેતા શૈલેષ દુબે સાથે ફોન પર વાતચીત થઇ હતી અને તેમની સાથે પરિચય થયો હતો શૈલેષ દુબેએ હસમુખનો વિશ્ર્વાસ કેળવી અને બાદમા તેમને અયોધ્યા મંદિરમા રસોઇનો મોટો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપી હતી. આ કોન્ટ્રાકટની લાલચમા હસમુખે તેમના પરિચીત એવા રાજકોટ રહેતા મિત્ર ચિમનભાઇ પટેલને અયોધ્યામા રસોઇના કોન્ટ્રાકટ મેળવવા માટે વાત કરી હતી. જેથી ચિમન પટેલને હસમુખ પર વિશ્ર્વાસ આવી જતા તેમણે શૈલેષ દુબેને કટકે કટકે ર0 લાખ રૂપિયા આપ્યા હતા આમ છતા કોન્ટ્રાકટ મળ્યો ન હતો અને શૈલેષ દુબે એ હસમુખનો ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ. જેથી હવે આ ર0 લાખ રૂપિયાની ચિમન પટેલ હસમુખ પાસેથી ઉઘરાણી કરતો હોય માટે મિત્ર સંદીપગીરીને મોટા મહીકા લઇ જઇ ખંઢેર મકાનમા લાશ સળગાવી દીધી હતી અને પોતાને પૈસા ન ચુકવવા પડે માટે તેમના ડોકયુમેન્ટ નજીક રાખી પોતે મરી ગયાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement