રૈયાધારે આશાવર્કર સાથે રસોડાનો સામાન લેવા મામલે માથાકૂટ, પાડોશીએ રાત્રે બ્લેડથી હુમલો કર્યો
રૈયાધારે આશાવર્કર સાથે રસોડાનો સામાન લેવા લેવા મામલે પાડોશી શખ્સે માથાકૂટ કરી અને મોડી રાત્રે પરિણીતાના ઘરમાં પ્રવેશ કરી તેણીને શરીરે બ્લેડ વડે છરકા કરી પોલીસની ધરપકડથી બચવા માટે પોતાની જાતે આરોપીએ શરીરે બ્લેડ વડે છરકા કરી પોતાને ઇજા પહોંચાડી હતી.આ મામલે હવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂૂ કરી છે.
આ ઘટના મામલે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રૈયાધાર અરબન હેલ્થ કેરમાં આશાવર્કર તરીકે છેલ્લા ચાર માસ થી ફરજ બજાવું છું.ત્રણ દિવસ પહેલા પાડોશમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ રાઠોડ પોતાના રસોડાના ડ્રોવરના ફર્નિચરનો સામાન શેરીની બહાર ભાંગતુટ અર્થે લાવ્યા હોય જેથી મેં આ રમેશભાઈને ભાંગતોડ કરોમાં મારા સાસુ જસુબેનને તમો પૂછી લેજો જો આ સામાન લેવો હશે તો મારી સાસુ લેશે અને આ રમેશભાઈએ બસો રૂૂપિયામાં વેચવા અમોને તૈયારી દર્શાવી સામાન અમારા સામેના મકાનમાં મૂકી દીધો હતો.
જે બાદ મારા સાસુ જસુબેનને સામાન બાબતે વાત કરતા તેઓએ સમાન લેવાનીના પાડી હતી. જે બાદ મારી સાસુ જસુબેન કે જેઓ 501-બી રૈયાધા 2 બાર માળીયા ટાઉનશીપ રામાપીર ચોકડી ખાતે રહે છે ત્યા ગયા હતા.જ્યાંથી પરત મારા નિવાસ સ્થાને જતા આ રમેશનો મારા મોબાઈલમાં ફોન આવેલ અને સામાન વિશે પૂછતા અમારે લેવો નથી તેમ જણાવેલ જે બાદ તેને ફોન કાપી નાખેલ હતો. જે બાદ થોડીવાર બાદ આ રમેશભાઈ મને ફોન ઉપર ફોન કરતો હોય અને હું થાકી ગયેલ હોય આ રમેશ મારા ઘરની અંદર ગેરકાયદેસર મોડી રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ આવી મારો દરવાજો ખુલ્લો હોય હું નિંદરમાં હોય તે દરમિયાન પોતાના હાથમાં રહેલ બ્લેડ વડે મારા હોઠના તેમજ દાઢીના તેમજ મોઢાના ભાગે છરકા મારવા લાગતા હું ઉઠી જતા મને ગાળો દેતા દેતા ઢીકાપાટુનો મારમાર્યો હતો.
બાદમાં પરિણીતા બંને દીકરીઓ રાડો પાડી ઘરની બહાર દરવાજો ખોલી આ રમેશભાઈ ને ધક્કો મારી ભાગી ગયેલ અને શેરીમાં દેકારો થતા માણસો ભેગા થતા આ રમેશે પોતાની જાતે બ્લેડ વડે પોતાના શરીરે ડાબા હાથે તેમ જ ગળાના ભાગે ચેકા મારી પોતે જ ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો.રમેશ પોતાની પત્ની ગુજરી જતા જનુની સ્વભાવનો થઇ ગયો છે.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.