રૈયા ચોકડીએ આઇસર પાસેથી હટી જવાનું કહેતા યુવાનને માથમાં લાકડી ફટકારી
ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. રમાં રહેતા સુરેશભાઇ રાણાભાઇ મીર (ઉ.વ.45) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કમલ કિશોર પુરણચંદ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. સુરેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે, તે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તે રીક્ષા લઇને કોટક સ્કુલના વિદ્યાર્થીઓને મુકવા માટે નહેરૂૂનગર જતો હતો ત્યારે રૈયા રોડ આઝાદ ચોક પાસે પહોંચતા મોબાઇલમાં તેના સાળા નિલેશ સોહલાનો ફોન આવતા તેને કહ્યું કે તમારા નાનભાઇ ખોડાભાઇને રૈયા ચોકડી બ્રીજ નીચે માથાકુટ થઇ છે અને અમે તેને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જઇએ છીએ. તેમ વાત કરતા ફરીયાદી સુરેશભાઇ તુરત જ સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા.
છે તેના કૌટુંબીકભાઇ રઘુભાઇ મીરને બનાવ બાબતે પુછતા તેણે કહ્યું હતું કે હું તથા ખોડાભાઇ બંને રૈયા ચોકડી બ્રીજ નીચે ઉભા હતા ત્યારે ત્યાં ખોડાભાઇનું આઇસર પાર્ક કર્યુ હતું. તે આઇસરની બાજુમાં કોઇ અજાણ્યો શખ્સો ઉભા હોવાથી તેઓને અહીંથી જતા રહેવાનું કહેતા તેમાંથી એક અજાણ્યો લાંબાવાળવાળા શખ્સે ખોડાભાઇ સાથે બોલાચાલી કરી હતી બાદ બધા ત્યાંથી જતા રહ્યા હતા. બાદ સાંજે બંને વચ્છરાજ હોટલે ચી-પીને પરત આવતા હતા ત્યારે રૈયા ચોકડી બીજ નીચે પહોંચતા તે લાંબા વાળા વાળો શખ્સ આવીને ખોડાભાઇ ઉપર લાકડીથી હુમલો કરતા તેને માથા તથા શરીરે ઇજા કરી નાસી ગયો હતો.
બાદ ખોડાભાઇ રાણાભાઇ મીર (ઉ.વ.40) ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે સુરેશભાઇને ફરીયાદ પરથી કમલકિશોર પુરણચંદ વિરૂૂધ્ધ ગુનો દાખલ કરી એએસઆઇ જે.વી. ગોહીલે તપાસ હાથ ધરી છે.
