વડોદરામાં રેલવેની ભરતી કૌભાંડ, CBIના દરોડા, ત્રણ અધિકારી સહિત પાંચની ધરપકડ
રેલવેની પરીક્ષા પાસ કરાવવા માટે 10 ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ
રેલવેના સિનિયર ડિવિઝન પર્સનલ અધિકારી, ડેપ્યુટી ચીફ કોમર્સિયલ મેનેજર, ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ અને વચેટિયાની પૂછપરછ
રેલવેમાં 4 થી પાંચ લાખ આપી પરિક્ષા પાસ કરાવી આપવાના ભરતી કૌભાંડ મામલે ગાંધીનગર સીબીઆઈએ વડોદરા રેલ્વેના સીનીયર ડીવીઝન પર્સનલ અધિકારી સહીત પાંચ સામે ગુનો નોંધી સીબીઆઈની ટીમે વડોદરામાં પ્રતાપનગર સ્થિત ડીવીઝન પર્સનલ અધિકારીની કચેરી અને તેમના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. આશરે 50 જેટલા અધિકારીઓએ રેલવેના અધિકારીને ત્યાં તપાસ કરતા રેલવે વિભાગમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ મામલે ગાંધીનગર સીબીઆઈ-એસીબીમાં સીનીયર ડીવીઝન પર્સનલ અધિકારી સહિત ત્રણ ઉચ્ચ અધિકારી સહિત પાંચ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે.
વડોદરા રેલ્વેના સીનીયર ડીવીઝન પર્સનલ અધિકારી 2018 બેચના અંકુશ વાસન, ઉપરાંત અગાઉ વડોદરા ખાતે ડેપ્યુટી ઓપરેશન્સ મેનેજર તરીકે ફરજ ફરજ બજાવી ચુકેલા હાલ મુબઈના ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર સંજય કુમાર તિવારી, ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ નીરજ સિંહા અને આણંદના રહેવાસી વચેટીયો ખાનગી વ્યક્તિ મુકેશ મીણા સહીત ગુજરાત અને પશ્ચિમ રેલ્વે વડોદરાના તેમજ તપાસમાં જેના નામ ખુલે તે અન્ય અધિકારીઓ સામે ગુનો નોંધ્યો છે.
રેલવેમાં ભર્તી કૌભાંડનું એપી સેન્ટર વડોદરા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી સમયમાં લેવાનારી રેલવેની ભર્તી પરિક્ષામાં પાસક્ષ કરાવવા માટે અંકુશ વાસન, સંજય કુમાર તિવારીએ લાંચ લઇ સેટિંગ કર્યું હતું. લાંચ આપવા તૈયાર હોય તેવા ઓછામાં ઓછા દસ ઉમેદવારોનો સંપર્ક કરવાની વાત કરી હતી. અંકુશ વાસન અને એ એસ. કે. તિવારીને મુકેશ મીણાનો સંપર્ક કરવા અને આવા કેટલા ઉમેદવારો જે 4 થી 5 લાખ રૂૂપિયા આપવા તૈયાર કર્યા હતા. ત્યારબાદ આ ટોળકીના સંજય કુમાર તિવારીએ મુકેશ મીણા સાથે રસ ધરાવતા ઉમેદવારો વિશે પૂછપરછ કરી અને મુકેશ મીણાએ પાંચ ઉમેદવારો પાસેથી 4 થી 5 લાખની લાંચ લીધી હતી, જે રૂૂપિયા લઇ અને મુકેશ મીણા દ્વારા સીધા એસ. કે. તિવારીને તે રકમ આપી હતી.
મુકેશ મીણાની પુછપરછમાં ખુલ્યું કે, આણંદમાં તેણે અંકુશ વાસન અને એસ. કે. તિવારી વચ્ચે ગોઠવણ કરી હતી. જેમાં અંકુશ વાસને એસ. કે. તિવારીને મળવા સોમવારે, એટલે કે 17.02.2025 ના રોજ મુકેશ મીણા આણંદ પહોંચ્યા ત્યારે મુકેશ મીણા પાસેથી ગેરકાયદેસર રોકડ રકમ એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો. એવું પણ જાણવા મળ્યું કે 13.02.2025 ના રોજ નીરજ સિન્હાએ સંજય કુમાર તિવારીને જાણ કરી કે તેણે રેલ્વેમાં નોકરી મેળવવા ઈચ્છુક ચાર ઉમેદવારો સાથે વાતચીત કરી હતી જોકે , અત્યાર સુધીમાં ફક્ત ત્રણ ઉમેદવારો પાસેથી રૂૂપિયા લીધા હતા. બાકીના ઉમેદવાર આગામી સપ્તાહમાં રોકડ રકમ પહોંચાડવાની ખાત્રી આપી હતી. રેલ્વેમાં નોકરી મેળવવા આપવામાં આવતી લેખિત અને તબીબી પરિક્ષણ પાસ કરાવવા માટે લગભગ 4-5 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે સીબીઆઈને મળેલી ફરિયાદ બાદ ગાંધીનગર સીબીઆઈની ટીમે વડોદરામાં દરોડા પડ્યા હતા.આ કૌભાંડમાં સંડોવાયેલ રેલ્વેના સીનીયર ડીવીઝન પર્સનલ અધિકારી 2018 બેચના અંકુશ વાસન, ઉપરાંત અગાઉ વડોદરા ખાતે ડેપ્યુટી ઓપરેશન્સ મેનેજર, પશ્ચિમ રેલ્વે તરીકે ફરજ બજાવી ચુકેલા સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર સંજય કુમાર તિવારી (ચર્ચગેટ, પશ્ચિમ રેલ્વે, મુંબઈ), સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ નીરજ સિંહા અને આણંદના રહેવાસી ખાનગી વ્યક્તિ મુકેશ મીણા સહીત સામે બીએનએસ 2023 આર/ડબલ્યુની કલમ 61 હેઠળ અને પીસી એક્ટ 1988 (2018 માં સુધારેલ) ની કલમ 7 અને 8 અને મુજબ ગુનો નોંધી તમામન ધરપકડ કરી હતી. આ કેસની તપાસ સીબીઆઈ- એસીબી ગાંધીનગરના એસપી ગણેશ શંકરને સોંપવામાં આવી છે.
રેલવેના અધિકારીઓ રોકડના બદલે સોનું લાંચ સ્વરૂપે આપવાનો પ્લાન હતો
વધુમાં જાણવા મળ્યું છે કે 17.02.2025 ના રોજ, અંકુશ વાસન અને સંજય તિવારી વચ્ચે તેમના નિવાસસ્થાને થયેલી બેઠક બાદ, તિવારીએ અલકાપુરી, વડોદરાના ધનરાજ જ્વેલર્સના માલિક રાજેન્દ્ર લાડલાનો સંપર્ક કર્યો હતો. અને બીલ વિના 400 ગ્રામ સોનું ખરીદવાની વાત કરી હતી. અને રાજેન્દ્ર લાડલા તે માટે હા પાડી હતી. જેથી 18.02.2025 ના રોજ સંજય તિવારી આણંદમાં મુકેશ મીણાને મળ્યા અને મુકેશ મીણા પાસેથી ઉમેદવારો પાસથી લીધેલી રકમ મેળવી હતી.